લોકસભા ચૂંટણી 2019: ચોથા તબક્કાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત, દેશના 9 રાજ્યોની 71 સીટો પર થશે મદતાન

લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કામાં 71 સીટો પર મતદાન 29 એપ્રિલે કરવામાં આવશે. 
 

લોકસભા ચૂંટણી 2019: ચોથા તબક્કાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત, દેશના 9 રાજ્યોની 71 સીટો પર થશે મદતાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા માટે ચૂંટણી પ્રચાર શનિવારે સાંજે 5 કલાકે સમાપ્ત થઈ ગયો છે. ચોથા તબક્કા અંતર્ગત નવ રાજ્યોની કુલ 71 સીટો પર મતદાન થશે. મતદાન સોમવાર 29 એપ્રિલે કરવામાં આવશે. આ  રાજ્યોમાં ચૂંટણીની વધુ સીટો હિન્દી પટ્ટી વિસ્તારમાં છે. સૌથી વધુ મહારાષ્ટ્રની 17 સીટો પર ચૂંટણી યોજાશે. જ્યારે સૌથી ઓછી ઝારખંડની ત્રણ સીટો પર મતદાન થશે. 

વિભિન્ન સીટો પર મતદાનના સમયમાં ફેરફાર છે, તેથી ચૂંટણી પ્રચાર પણ મતદાનથી 48 કલાક પહેલા વિભિન્ન જગ્યાઓ પર સાંજે 4 કલાકથી 6 કલાક સુધી સમાપ્ત થયો હતો. 

જેમ ચૂંટણી પ્રચાર સમાપ્ત થયો, મહારાષ્ટ્રની 17 સીટો, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની 13-13 સીટો, પશ્ચિમ બંગાળની આઠ સીટો, મધ્યપ્રદેશની છ સીટો, ઓડિશાની છ સીટો, બિહારની પાંચ સીટો, ઝારખંડની ત્રણ સીટો પર ચૂંટણી પ્રચાર અને રેલી, સભાઓ પર પ્રતિબંધ લાગી ગયો છે. 

પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર્, બિહારની તમામ સીટો પર ચૂંટણી પ્રચાર સાંજે છ કલાકે સમાપ્ત થયો. ઝારખંડની તમામ ત્રણેય સીટો પર ચૂંટણી પ્રચાર સાંજે ચાર કલાકે સમાપ્ત થયો હતો. 

મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર સીધી, શહડોલ, જબલપુર, માંડલા અને છિંદવાડા સંસદીય વિસ્તારમાં સાંજે છ કલાકે સમાપ્ત થયો. જ્યારે બાલાઘાટ સંસદીય વિસ્તારમાં સુરક્ષાના કારણોથી તેની વિભિન્ન વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર સાંજે 4થી 6 વચ્ચે સમાપ્ત થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news