શ્રીલંકામાં સ્થિતિ યથાવત, ભારતે યાત્રા ન કરવાની આપી સલાહ, એડવાઇઝરી જાહેર
સેના આસપાસના વિસ્તારમાં પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકાને જોતા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કલ્મુનાઈ અને આસપાસના વિસ્તારમાં શુક્રવારની રાતથી કર્ફ્યૂ અત્યાર સુધી લાગૂ છે. સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકોને શ્રીલંકા ન જવાની સલાહ આપી છે.
Trending Photos
નવી દિલ્હીઃ પાડોસી દેશ શ્રીલંકામાં સ્થિતિ સુધરી રહી નથી. શ્રીલંકાના કલ્મુનાઈ શહેરમાં સેના અને એક સંદિગ્ધ આતંકીઓ વચ્ચે થયેલી ભીષણ ગોળીબારી બાદ 15 લોકોના મોત થયા છે. શ્રીલંકાના અધિકારીએ કહ્યું કે, આશરે 70 શંકાસ્પદ આત્મઘાતી હુમલાવરોની શોધ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ભારતે પોતાના નાગરિકોની એડવાઇઝરી જાહેર કરીને જાણકારી આપી કે જરૂરી ન હોય તો શ્રીલંકાની યાત્રી ન કરો. શ્રીલંકામાં 21 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં આશરે 300 લોકોના મોત થયા છે.
શનિવારની તાજા ઘટનાએ સંકેત આપ્યા છે કે શ્રીલંકાથી આતંકીઓનો ખાતમો હજુ સુધી થયો નથી. સમાચાર એજન્સી સિન્હુઆને શ્રીલંકાના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, સેનાએ જ્યારે એક ઇસ્લામિક આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા કેટલાક આતંકીઓના ઘર પર છાપેમારી કરી તો આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી હતી. કેટલાક આત્મઘાતી હુમલાખોરોએ બાદમાં ખુદને ઘરની અંદર ઉડાવી દીધા હતા. શ્રીલંકાની સેનાએ આ હુમલાનો આક્રમકતા પૂર્વક જવાબ આપ્યો અને બંન્ને તરફથી ભીષણ ગોળીબારી થઈ હતી. રિપોર્ટ પ્રમાણે ઘટનામાં ત્રણ મહિલા, છ બાળકો અને ત્રણ પુરૂષના મૃતદેહ ઘરમાંથી કબજે કરવામાં આવ્યા છે. ત્રણ વધુ શંકમંદ આત્મઘાતી હુમલાખોરોના મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે.
સેના આસપાસના વિસ્તારમાં પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકાને જોતા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. કલ્મુનાઈ અને આસપાસના વિસ્તારમાં શુક્રવારની રાતથી કર્ફ્યૂ અત્યાર સુધી લાગૂ છે. સ્થિતિને જોતા ભારતે પોતાના નાગરિકોને શ્રીલંકા ન જવાની સલાહ આપી છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી પ્રમાણે જો શ્રીલંકા જવાનું જરૂરી હોય તો આવા લોકોએ ભારતીય હાઇ કમિશનની મદદ લેવી જોઈએ. કોલંબોમાં સ્થિત ભારતીય હાઈ કમિશનની વેબસાઇટ પર ભારત સરકારે શ્રીલંકા જનારા લોકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.
બીજીતરફ અમેરિકાના વિદેસ મંત્રાલયે પણ શ્રીલંકામાં થયેલા આતંકવાદી હુમલા બાદ શ્રીલંકા માટે યાત્રા ચેતવણીનું સ્તર વધારી દીધું છે અને પોતાના નાગરિકોને ત્યાંની યાત્રા પર પુનર્વિચાર કરવાનું કહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલી એડવાઇઝરીમાં યાત્રા ખતરાનું સ્તર વધારીને ત્રણ કરી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે