નવી દિલ્હીઃ Delhi Jama Masjid Girls Entry Ban: દિલ્હીની જામા મસ્જિદમાં યુવતીઓની એન્ટ્રી પર પ્રતિબંધને લઈને એલજી વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઈમામ સાથે વાત કરી છે. રાજ નિવાસના સૂત્રો પ્રમાણે દિલ્હીના એલજીએ જામા મસ્જિદના શાહી ઇમામ બુખારી સાથે જામા મસ્જિદમાં મદિલાઓના પ્રવેશને પ્રતિબંધિત કરનાર આદેશને રદ્દ કરવાની વિનંતી કરી. ઇમામ બુખારીએ પોતાના આદેશને રદ્દ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે શરત રાખી કે મસ્જિદમાં આવનાર લોકો અહીંની પવિત્રતા બનાવી રાખે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા જામા મસ્જિદના તંત્રએ મુખ્ય દ્વારો પર નોટિસ લગાવી મસ્જિદમાં યુવતીઓને એકલી કે ગ્રુપમાં આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણયની ટીકા બાદ શાહી ઇમામે કહ્યુ હતુ કે નમાજ પઢવા આવતી યુવતીઓ માટે આ આદેશ નથી. શાહી ઇમામ સૈયદ અહમજ બુખારી અનુસાર, મસ્જિદ પરિસરમાં કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ અશોક ગેહલોતે સચિન પાયલટને ગણાવ્યા 'ગદ્દાર', મુખ્યમંત્રી પદને લઈને આપ્યું નિવેદન


શું કહ્યું હતું શાહી ઈમામે?
તેમણે કહ્યું હતું કે જામા મસ્જિદ પ્રાર્થનાની જગ્યા છે અને તે માટે લોકોનું સ્વાગત છે. પરંતુ કેટલીક યુવતીઓ એકલી આવી રહી છે અને પોતાના મિત્રોની રાહ જોઈ રહી છે. આ જગ્યા તે કામ માટે નથી, તેના પર પ્રતિબંધ છે. શાહી ઈમામે કહ્યું હતું કે એવી કોઈપણ જગ્યા ભલે તે મસ્જિદ હોય, મંદિર હોય કે ગુરૂદ્વારા હોય, આ પ્રાર્થનાની જગ્યા છે. આ કામ માટે આવવા પર કોઈ પ્રતિબંધ નથી. આજે 20-25 યુવતીઓ આવી અને તેને અંદર આવવાની મંજૂરી આપવામાં આવી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube