નવી દિલ્હી: જ્યારથી ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારથી પાડોશી દેશો શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ રાતા પાણીએ રડી રહ્યાં છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતે ભોજનમાં ડુંગળીનો ઉપયોગ બંધ કરી દીધો. આ વાત તેમણે જાહેર પ્લેટફોર્મ પર સ્વીકારી. ચાર દિવસના પ્રવાસે ભારત પહોંચેલા બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ કહ્યું કે તેમને ખબર નથી કે ડુંગળીની નિકાસ પર કેમ પ્રતિબંધ લગાવાયો છે. તેમણે કહ્યું કે તેનાથી તેમને થોડી મુશ્કેલી પડી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: ભાજપના આ દિગ્ગજ નેતાઓનું આ વખતે કપાયું પત્તું


દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પોતાના સંબોધનને અધવચ્ચે જ મૂકીને ડુંગળીની અછતનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ડુંગળીથી થોડી મુશ્કેલી થઈ ગઈ છે અમારા માટે. મને ખબર નથી કે તમે અચાનક કેમ ડુંગળી બંધ કરી દીધી? મેં કૂકને કહી દીધુ કે હવેથી ભોજનમાં ડુંગળી બંધ કરો. તેઓ આટલું  બોલ્યાં કે ત્યાં હાજર લોકો હસવા લાગ્યાં હતાં. 


પ્રિયા દત્ત પર ટિકિટ વેચવાનો આરોપ, કોંગ્રેસના નેતાએ કહ્યું-તેમના ભાઈના અંડરવર્લ્ડ સાથે સંબંધ


બાંગ્લાદેશના પીએમએ વધુમાં કહ્યું કે આગળથી જ્યારે પણ કોઈ વસ્તું પર રોક લગાવો તો અમને પહેલેથી થોડું જણાવી દો. નોંધનીય છે કે ભારતમાં ડુંગળીના ભાવમાં ઉછાળો આવ્યાં બાદ હવે એશિયાના અનેક દેશોને મુશ્કેલી પડી રહી છે. નેપાળથી શ્રીલંકા સુધી લોકોના ઘરના રસોડામાં ડુંગળી ગાયબ થઈ રહી છે. આવું એટલાં માટે કારણ કે ભારતમાં ડુંગળીની કિંમતોને નિયંત્રિત કરવા માટે નિકાસ પર રોક લગાવવામાં આવી છે. આ વખતે સરેરાશ કરતા વધુ વરસાદના કારણે ડુંગળીનો પાક બરબાદ થયો અને સપ્લાય ચેન પણ તૂટી. 


જુઓ LIVE TV


Balakot Airstrike Video : ભારતીય સેનાએ કેવી રીતે પાકિસ્તાનના બાલાકોટમાં ફેંક્યા બોમ્બ, જુઓ લેટેસ્ટ વીડિયો


અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ગુરુવારે ચાર દિવસના ભારત પ્રવાસે આજે દિલ્હી પહોંચ્યા. તેઓ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધારવા અને  કારોબર તથા સંપર્કને મજબુત કરવા માટે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા કરશે. તેઓ ભારત-બાંગ્લાદેશ વ્યાપાર મંચનું ઉદ્ધાટન કરશે અને વૈશ્ચિક આર્થિક મંચના સમાપન સમારોહમાં સામેલ થશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શનિવારે પોતાના ભારતીય સમકક્ષ સાથે વાર્તા કરશે અને ત્યારબાદ બંને પક્ષ કરાર પર હસ્તાક્ષર કરશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...