Balakot Airstrike Video : ભારતીય સેનાએ કેવી રીતે પાકિસ્તાનના બાલાકોટમાં ફેંક્યા બોમ્બ, જુઓ લેટેસ્ટ વીડિયો

Balakot Airstrike Video : ભારતીય વાયુસેનાએ (Indian Airforce) ફરી એકવાર પોતાની શક્તિનો પરચો આપ્યો છે. પાકિસ્તાનના બાલાકોટમાં (Balakot Airstrike) આતંકીઓનો સફાયો કર્યા બાદ દેશનું ગૌરવ વધાર્યું હતું. જેનો વીડિયો જાહેર કરાયો છે. આ વીડિયોમાં ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા કેવી રીતે આતંકીઓનો સફાયો કરાયો એ સ્પષ્ટ દેખાય છે. એરફોર્સ દ્વારા આ વીડિયો જાહેર કરાતાં ફરી એકવાર દેશવાસીઓને સેના પ્રત્યે ગૌરવની લાગણી થઇ રહી છે. 

Balakot Airstrike Video : ભારતીય સેનાએ કેવી રીતે પાકિસ્તાનના બાલાકોટમાં ફેંક્યા બોમ્બ, જુઓ લેટેસ્ટ વીડિયો

નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ ફરી એકવાર પોતાની શક્તિનો પરચો આપ્યો છે. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકીઓનો સફાયો કર્યા બાદ દેશનું ગૌરવ વધાર્યું હતું. જેનો વીડિયો જાહેર કરાયો છે. આ વીડિયોમાં ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા કેવી રીતે આતંકીઓનો સફાયો કરાયો એ સ્પષ્ટ દેખાય છે. એરફોર્સ દ્વારા આ વીડિયો જાહેર કરાતાં ફરી એકવાર દેશવાસીઓને સેના પ્રત્યે ગૌરવની લાગણી થઇ રહી છે. 

14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલા બાદ ભારત તરફથી સરહદ પાર પાકિસ્તાનની અંદર ઘૂસીને બાલાકોટમાં કરાયેલ એર સ્ટ્રાઇકના પુરાવા પહેલી વખત જાહેર કરાયા છે. વાયુસેનાની પ્રમોશનલ ફિલ્મમાં 26 ફેબ્રુઆરીએ બાલાકોટ એર સ્ટ્રાઇકના ફૂટેજના અંશ દર્શાવાયા છે. 8 ઓક્ટોબરે વાયુસેના દિવસ મનાવાય છે. એ પહેલા એરફોર્સ ડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વીડિયો દર્શાવાયો છે. જેમાં ઓપરેશન બાલાકોટને અંજામ કેવી રીતે અપાયો એ દર્શાવાયું છે. આ ઓપરેશનને અંજામ આપનારા બહાદુર જવાનોના વીડિયો ફૂટેજ દર્શાવાયા છે. જુઓ વીડિયો

— ANI (@ANI) October 4, 2019

એરફોર્સ વડા એર ચીફ માર્શલ રાકેશ કુમાર સિંહ ભદોરિયાએ કહ્યું કે, ગત વર્ષે વાયુસેનાએ ઘણી મહત્વપૂર્ણ સિધ્ધિઓ મેળવી છે. જેમાં 26 ફેબ્રુઆરીએ બાલાકોટમાં આતંકી કેમ્પોને સફળતાપૂર્વક નિશાન બનાવાયા હતા. આતંકી કેમ્પોનો સફાયો કરાયો હતો. તેમણે એ પણ કહ્યું કે, 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે હવાઇ લડાઇમાં પાકિસ્તાનનું એક F-16 વિમાન નષ્ટ થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news