નવી દિલ્હી : નોટબંધી બાદ બજારમાં આવેલી 2000ની નોટ મુદ્દે શરૂઆતથી જ બજારમાં અફવાઓ આવતી રહે છે. અને હવે કેટલાક એવા સંકેતો મળી રહ્યા છે, જેનાંથી લાગી રહ્યું છે કે સરકાર આ નોટોને ચુપચાપ બજારથી પરત લેવાની તૈયારી કરી રહી છે. હાલમાં જ એક આવેલા એક રિપોર્ટ અનુસાર રિઝર્વ બેંક પટનાએ બે મહિનાથી બૈંકોને 2000 રૂપિયાની નોટો ઇશ્યું નથી કરી. રિઝર્વ બેંક જોર આપી રહ્યી છે કે હવે 500 અને 200 રૂપિયાની નોટો ઇશ્યું કરે. જેનાં કારણએ આગામી થોડા મહિનાઓમાં એટીએમમાંથી 2000 રૂપિયાની નોટો મળવાનું જ બંધ થઇ ચુક્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક મહત્વને બેંકોએ પોતાનાં એટીએમમાં 2000ની નોટોવાળી કેસેટ હટાવવાનું કામ પણ ચાલુ કરી દીધું છે. જ્યારે અનેક બેંકો તેની તૈયારી કરી રહી છે. જો કે શાખાઓનાં કાઉન્ટર પરથી હજી સુધી 2000 રૂપિયાની નોટો મળી રહી છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, સ્ટેટ બેંકે 2000 રૂપિયાની નોટોવાળી કેસેટ પોતાનાં એટીએમમાંથી હટાવવાની કાર્યવાહી ચાલુ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર એટીએમની કેસેટમાં પરિવર્તન ખુબ જ ઝડપથી કરાઇ રહ્યા છે. આશરે 50 ટકા એટીએમમાં પરિવર્તન કરી નંખાયા છે. 

એટીએમમાં નોટ નાખનારી એજન્સીઓનાં હવાલાથી આવેલા અહેવાલમાં જણાવાયું કે, માત્ર પટનાનાં કેટલાક મહત્વનાં એટીએમમાં જ પૈસા નાખવામાં આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ચાર મહિનાથી 2000ની નોટ એટીએમમાં નથી નંખાઇ રહી. આ અંગે સ્ટેટ બેંકનાં એટીએમ સંચાલન નેટવર્કનાં સહાયક પ્રબંધક સત્યનારાયણ ઠાકુરે જણાવ્યું કે, 2000ની નોટોની સપ્લાઇ ઘટી રહી છે. 500 રૂપિયાની નોટો એટીએમમાં અપલાડ કરવામાં આવી રહી છે. જાણકારોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીનાં કારણે રાજનીતિક દળો અને નેતાઓ 2000 નોટોની જમાખોરી કરી રહ્યા છે, જેનાં કારણે નોટો બજારમાંથી ઘટી રહી છે. આ ઉપરાંત આ નોટો ઘટવાનું કારણ નોટોનાં કાગળની હલકી ગુણવત્તા પણ છે.