વિદેશથી ઓક્સિજનની સપ્લાઈ માટે સરકારે લીધો મોટો નિર્ણય, 3 મહિના માટે કસ્ટમ ડ્યૂટી હટાવી
કોવિડ વેક્સીન, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી ઇક્વિપમેન્ટ પર બેસિક કસ્ટમ ડ્યૂટીથી ત્રણ મહિના સુધી છૂટ આપવાનો નિર્ણય દેશમાં ઓક્સિજનની આપૂર્તિ વધારવાના ઉપાયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના વધતા કેસ બધા માટે ચિંતાનો વિષય બની ચુક્યા છે. સ્થિતિને જોતા સરકારે શનિવારે કોવિડ વેક્સીન્સ, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી ઇક્વિપમેન્ટની આયાત પર બેસિક કસ્ટમ ડ્યૂટીથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ છૂટ માત્ર ત્રણ મહિના માટે હશે. સરકારે ભારતમાં આ પ્રોડક્સની ઉપલબ્ધતા વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
કોવિડ વેક્સીન, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી ઇક્વિપમેન્ટ પર બેસિક કસ્ટમ ડ્યૂટીથી ત્રણ મહિના સુધી છૂટ આપવાનો નિર્ણય દેશમાં ઓક્સિજનની આપૂર્તિ વધારવાના ઉપાયો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. સરકારે એક નિવેદન જારી કરી કહ્યું કે, પીએમ મોદીએ દેશમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની સપ્લાઈ અને હોસ્પિટલ તથા ઘરોમાં દર્દીઓની દેખરેખ માટે જરૂરી સાધનો વધારવાની તત્કાલ જરૂરીયાતો પર ભાર મૂક્યો છે.
મુશ્કેલી વગર અને જલદી કસ્ટમ ક્લિયરન્સ નક્કી કરવાનો પણ નિર્દેશ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીએ તે પણ કહ્યું કે, બધા મંત્રાલયો અને વિભાગોએ એક સાથે મળી દેશમાં ઓક્સિજન અને મેડિકલ સપ્લાઈ વધારવા માટે કામ કરવાની જરૂર છે. બેઠક દરમિયાન પીએમ મોદીએ મહેસૂલ વિભાગને નિર્દેશ આપ્યો કે વિભાગ કોવિડ વેક્સિન, ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી સાધનોનું અવરોધ વગર અને જલદી કસ્ટમ ક્લિયરન્સ નક્કી કરે.
આ પણ વાંચોઃ ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ કે કોરોના સાથે જોડાયેલી કોઈ માહિતી જોઈએ છે, આ નંબર પર કરો તત્કાલ ફોન
સરકારે પ્રયાસો વધાર્યા
ભારતમાં આ સમયે ઓક્સિજનની અછત સર્જાય છે. દિલ્હી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક જગ્યાએ દર્દીઓને ઓક્સિજન મળી રહ્યો નથી. જે દર્દી ઘર પર આઇસોલેટ છે, તેના માટે પણ ઓક્સિજન સિલિન્ડરોની કમી છે. ત્યાં સુધી કે હવે ઓક્સિજન કસન્ટ્રેટરની પણ કમી પેદા થઈ રહી છે. ઓક્સિજનની કમીને કારણે અનેક દર્દીઓના જીવ જઈ રહ્યાં છે અને ઘણાના જીવન પર સંકટ છવાયેલું છે. દેશના વિવિધ ભાગમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે સરકારે પ્રયાસો વધારી દીધા છે. રાજ્યને ઓક્સિજનની સપ્લાઈ માટે વિશેષ ઓક્સિજન ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ વચ્ચે ઈન્ડિયન એરફોર્સના પ્લેન્સને ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્ક લેવા માટે સિંગાપુર મોકલવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube