Tirumala Tirupati Laddus: વિશ્વાસમાં ન આવે તેવી ઘટના બની છે. દુનિયાભરના કરોડો હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર આંધ્રપ્રદેશ સ્થિત તિરુપતિ તિરુમાલા મંદિરને લઈને અત્યંત ચોંકાવનારા સમાચાર આવ્યા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના ગંભીર આરોપ બાદ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ટેસ્ટ રિપોર્ટમાં કન્ફર્મ થયું છે કે, પ્રસિદ્ધ મંદિરમાં મળતા લાડુઓમાં ભેળસેળ કરવામા આવી છે. તેમાં બીફ ફેટ અને ફિશ ઓઈલ સહિત અનેક દૂષિત વસ્તુઓ મળી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તિરુપતિના લાડુ અને અન્નદાનમના સેમ્પલની તપાસમાં મોટો ખુલાસો
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના રિપોર્ટમાં સનસનીખેજ ખુલાસો થયો છે કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) દ્વારા સંચિલાત તિરુપતિ શ્રી વેંકટેશ્વર મંદિરના લાડુનો પ્રસાદ બનાવવામાં માછલીનું તેલ, બીફ અને ચરબીનો ઉપયોગ કરાયો છે. બોર્ડના રિપોર્ટમાં તિરુપતિ મંદિરના લાડુ અને અન્નદાનમના સેમ્પલના રિપોર્ટમાં આ મોટો ખુલાસો થયો છે. ભગવાનના ચઢાવ્યા બાદ આ લાડુઓનું વિતરણ શ્રદ્ધાળુઓની વચ્ચે પ્રસાદ તરીકે કરવામાં આવે છે. તેનું મોટાપાયે વેચાણ પણ થાય છે. 


કોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર


રાજકીય માહોલ ગરમાયો
તિરુપતિ મંદિરમાં લાડુના પ્રસાદ પર રાજકીય માહોલ ગરમાયો છે. સીએમ ચંદ્રબાબુ નાયડુએ બુધવારે એનડીએ વિધાનસભ્ય દળની બેઠકમાં અગાઉની વાયએસઆરસીપી સરકાર પર આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અગાઉની સરકારે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ લાડુ, પવિત્ર મીઠાઈ બનાવવા માટે હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો.


‘વાયએસઆર કોંગ્રેસે તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી’
તેમણે કહ્યું હતું કે, “છેલ્લા પાંચ વર્ષમાં YSR કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી રહી છે. તેઓએ ‘અન્નદાનમ’ (મફત ખોરાક)ની ગુણવત્તા સાથે સમાધાન કર્યું અને ઘીને બદલે પ્રાણીની ચરબીનો ઉપયોગ કરીને પવિત્ર તિરુમાલા લાડુને પણ દૂષિત કર્યા. આ ઘટસ્ફોટથી ચિંતા વધી છે. જોકે હવે આપણે શુદ્ધ ઘીનો ઉપયોગ કરીએ છીએ. અમે TTD ની પવિત્રતાનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.  IT મંત્રી નારા લોકેશે પણ સોશિયલ મીડિયા પર આ મુદ્દે તત્કાલીન જગન મોહન રેડ્ડી પ્રશાસન પર નિશાન સાધ્યું હતું.


નસીબ હોય તો આ મહિલા જેવું ! માત્ર 90 દિવસમાં શેરબજારમાંથી છાપી લીધા 200 કરોડ રૂપિયા


 


અમિતાભ બચ્ચનથી થઈ ગઈ એક ભૂલ, હાથ જોડીને મરાઠીઓની માંગી માફી, વીડિયોમાં કબૂલ્યું