Congress Vs BJP Manifesto: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. જેમાં લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર 24 પાક ખરીદવા અને રાજ્યના દરેક અગ્નિવીરને સરકારી નોકરી આપવાનું વચન આપવામાં આવ્યું, તો હરિયાણાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે રાજ્યની જનતા સમક્ષ સાત ગેરંટી રજૂ કરી

Haryana assembly election 2024 : હરિયાણામાં 5 ઓક્ટોબરે ચૂંટણી છે અને હાલમાં વાયદાઓની વણઝાર લાગી છે. કોંગ્રેસે બુધવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. તો ભાજપે ગુરુવારે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કર્યુ. ત્યારે બંને રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરામાં શું સમાનતા છે? પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ ભાજપ પર કયો આરોપ લગાવ્યો? જોઈશું આ અહેવાલમાં...
હરિયાણાના ચૂંટણી રણમાં રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરો મેદાનમાં ઉતરી ગયા છે. આગામી 5 વર્ષ માટે રાજ્યની સત્તામાં કોણ બિરાજશે તેનો નિર્ણય 5 ઓક્ટોબરે રાજ્યના લોકો પોતાના મતથી કરશે. પરંતુ તે પહેલાં મતદારોને ખુશ કરવા માટે રાજકીય પક્ષોએ પોતાના પટારામાંથી વાયદાઓની રેલમછેલ કરી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે કઈ મોટી જાહેરાત કરી.
કોણે શું વાયદા કર્યા
કોંગ્રેસની 7 ગેરંટી શું છે?
1. મહિલાઓ માટે: દર મહિને 2000 રૂપિયાનું ભથ્થું, 18 થી 60 વર્ષની મહિલાઓ આ માટે પાત્ર હશે. સિલિન્ડર માટે અલગથી રૂ. 500.
2. ખેડૂતો માટે: MSPની કાનૂની ગેરંટી, પાક માટે તાત્કાલિક વળતર.
3. યુવાનો માટે: ભરતી કાયદા હેઠળ 2 લાખ પુષ્ટિ થયેલ નોકરીઓ, ડ્રગ મુક્ત રાજ્ય.
4. પછાત માટે: જાતિ સર્વેક્ષણ, ક્રીમી લેયર મર્યાદા રૂ. 10 લાખ સુધી.
5. સામાજિક સુરક્ષા: વૃદ્ધો, અપંગ અને વિધવાઓને દર મહિને છ હજાર રૂપિયાનું પેન્શન. જૂના પેન્શનની પુનઃસ્થાપના.
6. પરિવાર માટે: 300 યુનિટ સુધી મફત વીજળી, 25 લાખ રૂપિયા સુધીની મફત સારવાર
7. ગરીબો માટે: 100 યાર્ડનો પ્લોટ, 3.5 લાખના ખર્ચે બે રૂમનું મકાન