Corona Virus: ચીનની લુચ્ચાઈના કારણે વુહાનથી ભારતીયોની વાપસી પર તોળાઈ રહ્યું છે સંકટ!
કોરોના વાઈરસ નામના સંકટ સામે ઝઝૂમી રહેલું ચીન આવી મુશ્કેલ ઘડીમાં પણ ભારત સામે મુશ્કેલીઓ ઊભુ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ ચીન વાયુસેનાના વિમાનને વુહાન જવાની મંજૂરી આપવામાં જાણી જોઈને વાર લગાડી રહ્યું છે. જેના કારણે વુહાનમાં ફસાયેલા ભારતીયો ખુબ પરેશાન છે.
નવી દિલ્હી: કોરોના વાઈરસ નામના સંકટ સામે ઝઝૂમી રહેલું ચીન આવી મુશ્કેલ ઘડીમાં પણ ભારત સામે મુશ્કેલીઓ ઊભુ કરી રહ્યું છે. રિપોર્ટ મુજબ ચીન વાયુસેનાના વિમાનને વુહાન જવાની મંજૂરી આપવામાં જાણી જોઈને વાર લગાડી રહ્યું છે. જેના કારણે વુહાનમાં ફસાયેલા ભારતીયો ખુબ પરેશાન છે.
ચીનમાં કોરોના વાઈરસથી અત્યાર સુધી 2200થી વધુ લોકોના જીવ ગયા છે. વુહાનમાં સૌથી વધુ લોકો આ વાઈરસની ચપેટમાં આવ્યાં છે. એક રિપોર્ટ મુજબ વુહાનમાં અત્યાર સુધી 45,346 લોકો આ બીમારી સામે ઝઝૂમી રહ્યાં છે. વુહાનમાં કેટલાક ભારતીયો હજુ પણ ફસાયેલા છે. આ ભારતીયોને લાવવા માટે વાયુસેનાનું વિમાન સી-17 ગ્લોબમાસ્ટર ચીન જવાનું છે. પરંતુ ચીન જાણી જોઈને આ વિમાનને ઉડાણ ભરવાની મંજૂરી આપી રહ્યું નથી.
મુસ્લિમ સંગઠનની જાહેરાત, 'વારિસ પઠાણનું માથું વાઢી લાવનારને 11 લાખનું ઈનામ આપશે'
હકીકતમાં આ વિમાન અહીંથી કોરોના વાઈરસની સારવાર માટે દવાઓ પણ લઈને આવશે અને વાપસી દરમિયાન વુહાનમાં ફસાયેલા ભારતીયોને લઈને પાછું ફરશે. પરંતુ ચીનના અડિંગાના કારણે આ ઓપરેશનમાં વિધ્ન આવી રહ્યું છે અને ભારતીયોની તત્કાળ વાપસી પર પ્રશ્નાર્થ ચિન્હ ઉઠી રહ્યો છે.
રિપોર્ટ મુજબ C-17 ગ્લોબમાસ્ટર 20 ફેબ્રુઆરીના રોજ વુહાન માટે ઉડાણ ભરવાનું હતું. પરંતુ ચીન તરફથી મંજૂરી ન મળવાના કારણે તેમ બની શક્યું નહીં. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ સૂત્રોના જણાવ્યાં મુજબ "ચીન જાણી જોઈને ભારતના વિમાનને મંજૂરી આપવામાં વાર કરી રહ્યું છે."
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...