મુસ્લિમ સંગઠનની જાહેરાત, 'વારિસ પઠાણનું માથું વાઢી લાવનારને 11 લાખનું ઈનામ આપશે'

AIMIMના નેતા વારિસ પઠાણ (Waris Pathan)ના વિવાદિત નિવેદન સામે મુઝફ્ફરપુરના એક મુસ્લિમ સામાજિક સંગઠને પુતળુ બાળીને વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં એવી જાહેરાત પણ કરવામાં આવી કે પઠાણનું માથું વાઢી લાવનારાને 11 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. 

Updated By: Feb 22, 2020, 09:23 AM IST
મુસ્લિમ સંગઠનની જાહેરાત, 'વારિસ પઠાણનું માથું વાઢી લાવનારને 11 લાખનું ઈનામ આપશે'

મુઝફ્ફરપુર: AIMIMના નેતા વારિસ પઠાણ (Waris Pathan)ના વિવાદિત નિવેદન સામે મુઝફ્ફરપુરના એક મુસ્લિમ સામાજિક સંગઠને પુતળુ બાળીને વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં એવી જાહેરાત પણ કરવામાં આવી કે પઠાણનું માથું વાઢી લાવનારાને 11 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવશે. 

મુઝફ્ફરનગર જિલ્લાના નગર પોલીસ સ્ટેશન હદના કંપની બાગ રોડમાં સામાજિક સંગઠન હક એ હિન્દુસ્તાન મોરચાના બેનર હેઠળ સંગઠનના સંભ્યોએ વારિસ પઠાણના નિવેદનનો ખુબ વિરોધ કર્યો અને પઠાણને દેશદ્રોહી ગણાવ્યો. અહીં હક એ હિન્દુસ્તાન મોરચાના રાષ્ટ્રીય સંયોજક તમન્ના હાશમીએ  કહ્યું કે વારિસ પઠાણની ભાષા પાકિસ્તાનની ભાષા છે, તે દેશદ્રોહીઓની ભાષા છે અને અમે અમારા મોરચા તરફથી એ જાહેરાત કરીએ છીએ કે આવા આતંકીઓના માથા વાઢી નાખવામાં આવે. હાશમીએ એમ પણ કહ્યું કે જે વ્યક્તિ વારિસ પઠાણનું માથું વાઢીને લાવશે તેને અમારા મોરચા તરફથી 11 લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે AIMIMના નેતા વારિસ પઠાણે 15 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકના ગુલબર્ગામાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધની રેલીમાં કહ્યું હતું કે "તેઓ કહે છે કે અમે મહિલાઓને આગળ કરી છે. પરંતુ ધ્યાન રાખજો કે હજુ ફક્ત શેરનીઓ બહાર આવી છે અને તમારા પરસેવા છૂટી રહ્યા છે. તેનાથી તમે સમજી શકો છો કે જો અમે બધા બહાર નીકળી ગયા તો શું થશે. અમે 15 કરોડ છીએ પરંતુ 100 કરોડ પર ભારી છીએ, એ યાદ રાખજો."

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...