કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી સરકાર પર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળના પ્રવાસ સમયે ગૃહ મંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળની ખોટી તસવીર રજૂ કરી હતી. ભાજપના રાજકીય હિંસાનો જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યમાં રાજકીય હિંસામાં ઘટાડો થયો છે. બેનર્જીએ કહ્યું કે, આત્મહત્યાને પણ રાજકીય હત્યા ગણાવી દેવામાં આવે છે. મમતાએ કહ્યું કે, ભાજપ પતિ-પત્નીના ઝગડાને પણ રાજકીય ઝગડો ગણાવી દે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ ઘણા માપદંડો પર કેન્દ્રના આંકડાથી સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, બંગાળ 100 દિવસ કામ આપવામાં, ગ્રામીણ આવાસ, ગ્રામીણ રસ્તા, ઈ-ટેન્ડરિંગ અને ઈ ગવર્નેંસમાં નંબર વન છે. 


મમતાએ કહ્યું કે, બંગાળ રાજ્યનો જીડીપી તેમના કાર્યકાળમાં 2.6 ગણો વધી ગયો છે. બંગાળમાં એક કરોડ નોકરી ઉભી કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ લંડનથી ભારત પહોંચેલા 7 યાત્રી કોરોના પોઝિટિવ, નવા સ્ટ્રેન બાદ ડરનો માહોલ


આત્મહત્યાને પણ રાજકીય હત્યા ગણાવે છેઃ મમતા
મમતા બેનર્જીએ કાયદો-વ્યવસ્થાના મુદ્દા પર કેન્દ્ર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ બંગાળની કાયદો-વ્યવસ્થા પર મોટી-મોટી વાતો કરે છે, પરંતુ બંગાળના બે શહેરોને સૌથી સુરક્ષિત શહેરનો દરજ્જો મળ્યો છે. સીએમે કહ્યું કે, બંગાળના પ્રવાસ પર આવેલા અમિત શાહ આત્મહત્યાને પણ રાજકીય હિંસા ગણાવે છે. તેમણે કહ્યું કે, ભાજપ પતિ-પત્નીના ઝગડાને પણ  રાજકીય રંગ આપે છે. 


મુખ્યમંત્રીએ રાજ્યનો ડેટા રજૂ કરતા કહ્યું કે, રાજ્યમાં 383 માઓવાદીઓએ સરેન્ડર કર્યું છે. કેએલઓ સાથે જોડાયેલા 370 લોકોને પુનર્વાસ કરવામાં આવ્યા છે. નક્સલ પ્રભાવિત વિસ્તાર અને જંગલમહલમાં શાંતિ છે. રાજ્યમાં તહેવારો શાંતિપૂર્વક ઉજવવામાં આવે છે. 


આ પણ વાંચોઃ New Covid Strain અંગે રાહતના સમાચાર, WHOએ કહ્યું- હજુ બેકાબુ થયો નથી, થઈ શકે છે કંટ્રોલ


મમતા બેનર્જીએ કહ્યું કે, રાજ્યમાં સ્કૂલ ડ્રોપઆઉટ દર ઓછો થયો છે. બાળ મૃત્યુદર 34 ટકાથી ઘટીને 22 ટકા રહી ગયો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube