કોરોના વેક્સીનના પરીણામો મળ્યા શાનદાર, જાણો ક્યાં સુધી મળી જશે રસી
કોરોના વાયરસ (Coronavirus)ની વેક્સીનનું પરીક્ષણ ઝડપથી આગળ વધી રહ્યું છે, એવામાં ભારતીય બજારમાં 2021ની શરૂઆતમાં એક સ્વિકૃત વેક્સીન ઉપલબ્ધ થઇ જવાની આશા વધી રહી છે. બર્નસ્ટીને એક રિપોર્ટમાં આ કહ્યું છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની વેક્સીનનું પરીક્ષણ ઝડપથી આગળ વધી રહ્યું છે, એવામાં ભારતીય બજારમાં 2021ની શરૂઆતમાં એક સ્વિકૃત વેક્સીન ઉપલબ્ધ થઇ જવાની આશા વધી રહી છે. બર્નસ્ટીને એક રિપોર્ટમાં આ કહ્યું છે.
ચાર વેક્સીનો પર થઇ રહ્યું છે ઝડપથી કામ
હાલ વૈશ્વિક સ્તર પર ચાર સંભવિત વેક્સીન છે, જેને 2020ના અંત સુધી અથવા 2021ની શરૂઆતમાં સ્વિકૃતિ મળવાનું અનુમાન છે. તેમાં બે વેક્સીન 'એસ્ટ્રાજેનેકા તથા ઓક્સફોર્ડની વાયરસલ વેક્ટર વેક્સીન' અને 'નોવાવેક્સની પ્રોટીન સબયૂનિટ વેક્સીન' માટે ભારતની ભાગીદારી થઇ છે.
રિપોર્ટ અનુસાર 'આ બંને રસી માટે સુરક્ષા અને પ્રતિરક્ષા પ્રતિક્રિયાની ક્ષમતા વધારવામાં પહેલા તથા બીજા તબક્કાનું પરીક્ષણ વિશ્વાસપાત્ર લાગે છે. અમે આ અંગે આશાવાદી છીએ કે ભારતમાં 2021 ની પ્રથમ ત્રિમાસિકમાં બજારમાં એક સ્વિકૃત વેક્સીન ઉપલબ્ધ થઇ જશે.
વેક્સીનની કિંમત
બર્નસ્ટીને કહ્યું કે વેક્સીનની કિંમત પ્રતિ ડોઝ ત્રણથી છ ડોલર (225 થી 550 રૂપિયા) હોઇ શકે છે અને અમલીકરણની સમસ્યાઓના કારણે સામૂહિક રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થવામાં બે વર્ષ લાગી શકે છે. તેનું કારણ વ્યાપક સ્તર પર રસીના કેસમાં ઓછો અનુભવ છે.
રિપોર્ટ અનુસાર ભારતને મોટાપાયે રસીના બે અનુભવ છે. એક 2011માં પોલિયો નાબૂદ અભિયાન અને બીજું તાજેતરમાં સઘન મિશન ઇંદ્રધનુષ (આઇએમઆઇ) પરંતુ તેનું સ્તર કોવિડ 19 માટે અપેક્ષિત સ્તરના ત્રીજા ભાગનું છે.
ભારત માટે હશે પડકાર
બર્નસ્ટીને કહ્યું કે કોલ્ડ સ્ટોર્સની સંખ્યા અને કુશળ શ્રમની ખોટ બે પડકારો આવવાના છે. જો એમ પણ માનીને ચાલીએ કે બનાવવાની પ્રક્રિયા પહેલાંની તુલનામાં બમણી હશે, તો પણ સરકારી કાર્યક્રમના અમલમાં આવતાં 18 થી 20 મહિના લાગશે.
તેમણે કહ્યું કે 'અમારું માનવું છે કે શરૂઆતમાં વેક્સીન સ્વાસ્થ્યકર્મીઓ અને 65 વર્ષથી ઓછી ઉંમરના લોકો જેમ કે સંવેદનશીલ વર્ગને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારબાદ વેક્સીન જરૂરી સેવામાં લાગેલા લોકો અને આર્થિક રૂપથી ગરીબ લોકોને આપવામાં આવી શકે છે.
રિપોર્ટ અનુસાર નોવાવેક્સની વેક્સીન એસ્ટ્રાજેનેકા તથા ઓક્સફોર્ડવાળાની તુલનામાં સારું પરિણામ આપી રહ્યા છે. બંને પહેલાં બે તબક્કામાં સારા પરિણામ આપ્યા છે અને હવે ત્રીજા તબક્કામાં છે. તેના માટે એક વ્યક્તિને 21 થી 28 દિવસના ગાળમાં બે ડોઝ આપવાની જરૂર પડશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube