માર્ચ મહિનો ફરવા માટે બેસ્ટ છે, કારણ કે આ મહિનામાં ન તો ઠંડી હોય છે કે ન તો ગરમી. જો તમે પણ આ મહિને ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને કોઈ ખાસ જગ્યાએ પરિવાર સાથે સમય વીતાવવા માગો છો, તો આજે અમે અહીં તમને ભારતની તે સુંદર જગ્યાઓ વિશે જણાવવાના છીએ, જ્યાં જઈને તમે મજા આવશે અને સહેજ પર પસ્તાવો નહીં થાય. તમને ત્યાં એકથી ચડીયાતા એક સુંદર નજારા જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


રણથંભોર, રાજસ્થાન
રણથંભોર દેશના સુંદર ટાઈગર નેશનલ પાર્કમાં આવે છે, આ જગ્યાને સવાઈ માધોપુરનું 'આભૂષણ' પણ કહેવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે, આ મહિને પાણીની શોધમાં વાઘ અને બાકીના પ્રાણીઓ જંગલ બહાર નીકળે છે. તેવામાં તમે જંગલ સફારી કરતા તેના દર્શન કરી શકો છો. રણથંભોરમાં અલગ-અલગ કલરના રંગીન પક્ષીઓ પણ જોવા મળી શકે છે. તમે અહીં માત્ર જંગલ સફારી જ નહીં, રણથંભોર ટાઈગર રિઝર્વ, સુરવાલ ઝીલ, જોગી મહેલ, પદમ ઝીલ અને રણથંભોરનો કિલ્લો જોઈ શકો છો.



ઋષિકેશ, ઉત્તરાખંડ
માર્ચમાં ફરવાની વાત થઈ રહી છે, તો તેવામાં ઋષિકેશની વાત ન થાય તેવું બની શકે નહીં. ઋષિકેશ ભારતમાં માર્ચમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. અહીં દુનિયાભરમાંથી ઘણા મુસાફરો આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવમાં ભાગ લેવા માટે આવે છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે, જ્યાં તમે રિવર રાફ્ટિંગથી લઈને બંજી જંપિંગ અને કોઈ પણ રોમાંચિત એક્ટિવિટીની મજા લઈ શકો છો. સાથે જ ધાર્મિક પ્રેમીઓ માટે બેસ્ટ જગ્યા છે. લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, વશિષ્ઠ ગુફા, ત્રિવેણી ઘાટ અને બીટલ્સ આશ્રમ અહીં જોવાલાયક જગ્યાઓમાં આવે છે.



હમ્પી, કર્ણાટક
કર્ણાટકના પહાડોમાં આવેલું હમ્પી ફરવાના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે. માર્ચમાં અહીંનું વાતાવરણ મંદિર, મહેલ અને અન્ય સુંદર જગ્યાઓ જોવા માટે શ્રેષ્ઠ છે. હમ્પી એક પ્રકારે ઓપન મ્યુઝિયમ છે, જ્યાં તમે એકથી એક પ્રાચીન સમૃદ્ધ ઈતિહાસને જોઈ શકો છો.


આ પણ વાંચો:
ZEE Media ના સ્ટિંગ ઓપરેશન Game Over બાદ ચેતન શર્માની પણ થઈ ગઈ 'ગેમ ઓવર'
સ્ટિંગ ઓપરેશનમાં કોહલી-ગાંગુલી વિશે એ ખુલાસો...જેણે ક્રિકેટ જગતમાં મચાવી દીધો હડકંપ
શનિ-સૂર્યની યુતિને કારણે આ રાશિના જાતકો બનશે કરોડપતિ, થશે અનેક ફાયદા



ગોવા, ભારત
માર્ચમાં મિત્રો સાથે ગોવામાં ફરવા જવાનું પ્લાનિંગ બનાવી શકો છો. અહીંયાનું મનમોહક વાતાવરણ, ઐતિહાસિક ઈમારતો અને ફૂડ સહિતની બાબતોનો અનુભવ તમારું દિલ જીતી લેશે. આમ તો અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે પરંતુ તેમાં કલંગુટ બીચ, અગુઆડા કિલ્લો, સિંક્વેરિયન બીચ અને દૂધસાગર ફોલ્સ છે, જેને તમે તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો.



કૂર્ગ, કર્ણાટક
માર્ચ મહિનામાં કૂર્ગમાં મસાલા, કોફી અને ચાના બગીચા ખીલી ઉઠે છે. ચારેતરફની હરિયાળી દિલ જીતી લે છે. કૂર્ગ કપલને ફરવા માટે બેસ્ટ જગ્યા માનવામાં આવે છે.



જયપુર, રાજસ્થાન
ગુલાબી શહેર તેના શાનદાર કિલ્લા, મહેલ અને મ્યુઝિયમથી પર્યટકોને આકર્ષિત કરે છે. માર્ચમાં જયપુરમાં એલિફન્ટ ફેસ્ટિવલ પણ થાય છે. જ્યાં તમે હાથી નૃત્ય અને હાથી પોલો જેવી એક્ટિવિટીનો આનંદ લઈ શકો છો. ટેસ્ટી સ્ટ્રિટ ફૂડ અને શાહી ઈતિહાસ શહેરને માર્ચ મહિનામાં સૌથી શ્રેષ્ઠ જગ્યામાંથી એક બનાવે છે.


આ પણ વાંચો:
Weather Update: આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMD એલર્ટ જારી
છટણી બાદ ગૂગલમાં બમ્પર ભરતી! કંપનીને આ કર્મચારીઓની સૌથી વધુ જરૂર; મળશે લાખોનો પગાર
તમે પૌત્રની નજર ઉતારનારા દાદી માનો વીડિયો જોયો કે નહીં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube