નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલના વધી રહેલા ભાવના વિરોધમાં કોંગ્રેસે કાલે ભારત બંધનું આહ્વાન કર્યું છે. સમાચાર છે કે આ વખતે ભારત બંધની આગેવાની યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી કરશે. કોંગ્રોસનો દાવો છે કે તેમને 21 દળોનું સમર્થન પ્રાપ્ત છે. કોંગ્રેસનું કહેવું છે કે બંધ દરમિયાન કોઇ પણ પ્રકારની હિંસા નહી થાય. બંધનું સમર્થન કરનારા દળોમાં સપા, બસપા, ડીએમકે સહીત 21 વિપક્ષી દળો છે. કર્ણાટક સરકારે બંધના પગલે કાલે તમામ શૈક્ષણીક સંસ્થાઓમાં રજાની જાહેરાત કરી દીધી છે. સરકારી ઓફીસમાં પણ રજા રહેશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ કાલે સવારે 8 વાગ્યે રાજઘાટ પર ધરણા આપશે. આ દરમિયાન પ્રદર્શનમાં સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહે તેવી શક્યતાઓ છે. ભારત બંધમાંથી કેટલીક વસ્તઓને છુટ અપાઇ છે. જેમાં દવાની દુકાન, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ વગેરે જેવી ઇમર્જન્સી સેવાઓને રાહત અપાઇ છે. જેથી દર્દીઓ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ પરેશાન ન થાય. 


સોમવારે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન, રાજ્યભરમાં પોલીસ સ્ટેન્ડ ટુ, રાજકોટમાં ખાનગી શાળાઓમાં રજા

પેટ્રોલ - ડીઝલને GSTમાં લાવવાની કોંગ્રેસની માંગ
મોદી સરકાર પર પ્રહારો કરતા આજે કોંગ્રેસ નેતા અજય માકને કહ્યું કે, ચાર વર્ષમાં પેટ્રોલ પર 211.7 ટકા અને ડીઝલ પર 443 ટકા એક્સાઇઝ ડ્યુટી વધારાઇ છે. મે 2014માં પેટ્રોલ પ 9.2 રૂપિયા એક્સાઇઝ લાગતી હતી અને હવે 19.48 રૂપિયા એક્સાઇઝ લાગે છે. બીજી તરફ મે 2014માં ડીઝલ 3.46 રૂપિયા એક્સાઇઝ હતી જ્યારે હવે 15.33  રૂપિયા લાગે છે. સરકાર પાસેથી માંગ છે કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવામાં આવે. એવું થાય તો બંન્નેની કિંમતમાં 15-18 રૂપિયા સુધીનો ઘટાડો આવી શકે છે. જેના પગલે સામાન્ય વસ્તુની કિંમતોમાં પણ ઘટાડો આવી શકે છે. સરકારે ગત્ત 4 વર્ષમાં એક્સાઇઝ ડ્યુટીમાંથી 11 લાખ કરોડ રૂપિયા કમાયા છે. કોંગ્રેસની માંગ છે કે પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ લાવવામાં આવે.

શિવસેનાએ છેડો ફાડ્યો
ભાજપની સહયોગી શિવસેના મોંઘવારી મુદ્દે સતત ભાજપ પર પ્રહારો કરતું રહ્યું છે. જો કે શિવસેનાએ બંધનું સમર્થન કરવાનું ટાળ્યું હતું. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, જ્યારે મોંઘવારી કાબુ બહાર હોય છે તો હંમેશા તેઓ રસ્તા પર ઉતરે છે. ભારત બંધના બહાને વિપક્ષની શક્તિનો પણ અહેસાસ થશે. 

CTIએ પણ વિરોધ બંધ કર્યો
ચેમ્બર ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રીએ કહ્યું કે, તેઓ પેટ્રોલ-ડીઝલની કિંમતના વધારાની સંપુર્ણ વિરુદ્ધ છે અને વિપક્ષનું સમર્થન કરે છે. જો કે દુકાનો બંધ કરવાનું સમર્થન નથી કરતી. કારણ કે તહેવારની સીઝન છે અને વેપારીઓ પહેલા જ મંદીનો સામનો કરી રહ્યા છે. 

રાજ ઠાકરે સક્રિય ભાગીદાર
રાજ ઠાકરેની મનસેએ રવિવારે આહ્વાહિત બંધને સમર્થન આપ્યું છે. ઠાકરેએ એક નિવેદનમાં કહ્યું કે, મનસે ન માત્ર બંધનું સમર્થન કરે છે પરંતુ સક્રિય રીતે ભાગ પણ લેશે. 

સીપીઆઇ નેતા અતુલ અંજાને વધી રહેલી કિંમતો બહાને મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, દેશની વિદેશી નીતિ ફેલ છે. વડાપ્રધાનનાં તમામ દાવાઓ ખોટા છે. 

કોંગ્રેસ નેતા પીએલ પુનિયાએ પણ પેટ્રોલ ડિઝલની કિંમત મુદ્દે મોદી સરકાર પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો હતો. પુનિયાએ જણાવ્યું કે, યૂપીએ સરકારમાં ક્રૂડ ઓઇલની કિંમતો શું હતી અને તે સમયે દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતો શું છે. બંન્ને સમયે ક્રૂડની કિંમતોમાં કોઇ વધારે ફરક નથી.