Farmers Protest: આ મોટા ખેડૂત સંગઠને `ભારત બંધ`ને ન કર્યો સપોર્ટ, જાણો કયા કારણોથી જાળવ્યું અંતર
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm Laws 2020) વિરુદ્ધ અનેક ખેડૂત (Farmers) સંગઠનોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. પરંતુ આરએસએસ (RSS) સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે (Bhartiya Kisan Sangh) તેનાથી અંતર જાળવ્યું છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm Laws 2020) વિરુદ્ધ અનેક ખેડૂત (Farmers) સંગઠનોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. પરંતુ આરએસએસ (RSS) સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે (Bhartiya Kisan Sangh) તેનાથી અંતર જાળવ્યું છે. ભારતીય કિસાન સંઘે કહ્યું કે જ્યારે બંને પક્ષો 9 ડિસેમ્બરના રોજ ફરીથી વાતચીત માટે સહમત થયા છે તો પછી 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન યોગ્ય નથી.
Farmers Protest: ખેડૂતોના આંદોલનનો આજે 12મો દિવસ, દિલ્હીની સરહદો પર હજુ પણ ખેડૂતો અડીખમ
ભારતીય કિસાન સંઘે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અત્યાર સુધી તો કિસાન આંદોલન અનુશાસિત રીતે ચાલ્યું છે, પરંતુ તાજા ઘટનાક્રમોને ધ્યાનમાં લેતા એ કહેવું જરાય ખોટું નહીં હોય કે વિદેશી તાકાતો, રાષ્ટ્રદ્રોહી તત્વ અને કેટલાક રાજકીય પક્ષોનો પ્રયાસ ખેડૂત આંદોલનને અરાજકતા તરફ વાળવાનો પ્રયત્ન છે.
એવી આશંકા છે કે વર્ષ 2017માં મંદસૌરની ઘટના ફરીથી દોહરાવવામાં ન આવે, જ્યાં છ ખેડૂતોનું ફાયરિંગમાં મોત થયું હતું. જે લોકોએ ખેડૂતોને હિંસક આંદોલનમાં હોમી દીધા તે નેતાઓ તો વિધાયક અને મંત્રી બની ગયા, પરંતુ જે મર્યા તેમના પરિવાર આજે પણ બર્બાદી ઝેલી રહ્યા છે. આવા આંદોલનથી નુકસાન તો દેશનું અને ખેડૂતોનું જ થાય છે. આથી ભારતીય કિસાન સંઘે ભારત બંધથી અલગ રહેવાનું નક્કી કર્યું છે.
Farmers Protest: કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીનું મોટું નિવેદન, 'MSP ચાલુ રહેશે, લખીને આપી શકીએ, પણ...'
સંગઠને પોતાના કાર્યકરોને કહ્યું છે કે તેઓ જનતાને ભારત બંધ અંગે સાવધાન કરીને કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટનાથી બચાવે. કિસાન સંઘે કેટલાક સૂચનો પણ કર્યા છે જેમ કે...
- ભારતીય કિસાન સંઘનું કહેવું છે કે તેઓ ત્રણ કાયદાની વાપસી નહીં પરંતુ સંશોધનના પક્ષમાં છે. MSPથી નીચે ખરીદી ન થાય, વેપારીઓ પાસેથી ખેડૂતોને ધનરાશિની ગેરંટી મળે, અલગથી કૃષિ કોર્ટની સ્થાપના થાય.
- ભારતીય કિસાન સંઘે કહ્યું કે દેશની જનતા પણ એ જાણી ચૂકી છે કે પંજાબ રાજ્ય સરકાર દ્વારા પસાર થયેલા વૈકલ્પિક બિલોમાં કેન્દ્રીય કાયદાઓને રદ કરીને પાંચ જૂનથી પૂર્વની સ્થિતિ બહાલ કરવાની જોગવાઈ થઈ ચૂકી છે તો પણ પંજાબના ખેડૂત નેતાઓ ત્રણેય બિલોને પાછા ખેંચવા માટે કેમ અડેલા છે.
કોરોનાકાળમાં લગ્ન બન્યા 'ઘાતક', બીજા જ દિવસે દુલ્હા-દુલ્હન કોરોના પોઝિટિવ, 2 મામાના કોરોનાથી મૃત્યુ
વાતચીત ફેલ ગયા બાદ કર્યું ભારત બંધનું આહ્વવાન
ખેડૂત આંદોલનની ધાર તેજ કરવા માટે યુનિયનોએ 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું આહ્વાન કર્યું છે. કેન્દ્ર સરકાર સાથેની પાંચ રાઉન્ડની વાતચીત નિષ્ફળ ગઈ છે. મંગળવારના ભારત બંધને 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોનું પણ સમર્થન છે. પ્રદર્શનકારી ખેડૂતોની મૂળ માગણી કૃષિ સંબંધિત ત્રણ નવા કાયદા રદ કરવાની છે જેના પર કેન્દ્ર સહમત નથી. જો કે સરકાર કાયદામાં કેટલાક સંશોધન માટે રાજી છે. પરંતુ ખેડૂત નેતાઓ પોતાની માગણી પર મક્કમ છે. ખેડૂતોનું આંદોલન મુખ્ય રીતે દિલ્હી-એનસીઆરમાં કેન્દ્રીત હતું. પરંતુ હવે તે દેશવ્યાપી થઈ રહ્યું છે. યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોના ખેડૂતોને પણ દિલ્હી આવવાની અપીલ કરાઈ છે.
(ઈનપુટ- IANS)
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube