નવી દિલ્હી: ગણતંત્ર દિવસ  (Republic Day) દરમિયાન દિલ્હીમાં ખેડૂતો દ્રારા કરવામાં આવેલી હિંસા (Violence in Farmers Protest) બાદ ખેડૂતોનું આંદોલન (Farmers Protest) નબળું પડી ગયું છે. એક તરફ દેશભરમાં ખેડૂતોના વિરૂદ્ધ ગુસ્સો છે તો બીજી તરફ ખેડૂત સંગઠનોમાં ફૂટ પડતી જોવા મળી રહી છે. બે ખેડૂત સંગઠનોએ પોતાને આ આંદોલનથી અલગ કરી દીધા છે. ખેડૂતોએ પોતાની સંસદ માર્ચ (Parliament March) રદ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે કૃષિ કાયદા (Farm Laws) વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ 1 ફેબ્રુઆરીના રોજ સંસદ માર્ચ કરવાની જાહેરાત કરી હતી. જેને હવે ટાળી દેવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ દિવસે લોકોસભામાં સામાન્ય બજેટ (Budget) રજૂ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહીદ દિવસ પર ખેડૂત દેશભરમાં નિકાળશે રેલીઓ
ભારતીય કિસાન યૂનિયન (Bhartiya Kisan Union) ના નેતા બલબીર રાજેવાલએ કહ્યું કે આવતીકાલે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાના કારણે 1 ફેબ્રુઆરીના રોજ થનારી સંસદ માર્ચને અમે સ્થગિત કરી દીધી છે. તેમણે કહ્યું કે 'શહીદ દિવસ પર અમે કિસાન આંદોલન તરફથી આખા ભારતમાં સાર્વજનિક રેલીઓ કરીશું. અમે એક દિવસનો ઉપવાસ પણ રાખીશું. 

Corona ના કેસ ઘટતાં સરકારે આપી આ સુવિધાઓ, નવી ગાઇડલાઇન્સ જાહેર


ભારતીય કિસાન યૂનિયન નેતાએ કહ્યું કે કાલે જે થયું તેનાથી દેશની ભાવનાઓ ઠેસ પહોંચી છે. જે કંઇપણ થયું તેના માટે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. 


ખેડૂત નેતાઓએ સરકારને ગણાવી જવાબદાર
બલબીર રાજેવાલએ આખી ઘટના માટે સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું કે જે કંઇ થયું તે એક કાવતરા હેઠળ થયું. જે રસ્તો નક્કી કરવામાં આવ્યો હતો ટ્રેક્ટર પરેડ માટે તે રસ્તો બંધ હતો. જેમણે લાલ કિલ્લા પર ધ્વજ લહેરવાની વાત કહી હતી સરકાર તેમની સાથે મળેલી છે. તેમણે કહ્યું કે પોલીસે પોતે કહ્યું કે આગળ જાવ દિલ્હીની તરફ અને ધીમે ધીમે લાલ કિલ્લા સુધી પહોંચાડી દીધા. 

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 63,000 રૂપિયા પહોંચવાની સંભાવના


કિસાન આંદોલન ચાલુ રહેશે: રાકેશ ટિકૈત
ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતએ કહ્યું કે કાલે દિલ્હીમાં ટ્રેક્ટર રેલી ખૂબ સફળતાપૂર્વક થઇ. જો કોઇ ઘટના ઘટી છે તો તેના માટે પોલીસ વહીવટીતંત્ર જવાબદાર છે. કોઇ લાલ પર પહોંચી જાય અને પોલીસની એક ગોળી પણ ન ચાલે. આ કિસાન સંગઠનને બદનામ કરવાનું કાવતરું હતું. તેમણે કહ્યું કે ખેડૂત આંદોલન ચાલુ રહેશે. 


ખેડૂત આંદોલનને બદનામ કરવાનો પ્રયત્ન
બીજી તરફ અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહએ કહ્યું કે કિસાન આંદોલનના પહેલાં દિવસથી જ બદનામ કરવાનું શરૂ કરી દીધું. 70 કરોડ કિસાન જે મહેનત કરી દેશને અન્ન આપે છે તે દેશદ્રોહી છે, આ પ્રકારે દેશદ્રોહી બોલવાની હિંમત કોની થાય છે, જે દેશદ્રોહી થાય છે, તે ખેડૂતોને દેશદ્રોહી બોલે છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube