નવી દિલ્હી : બિન સરકારી સંગઠન એમનેસ્લી ઇન્ટરનેશનલે ભીમા-કોરેગાંવ હિંસાનાં આરોપઓને મુક્ત કરવાની માંગ કરી છે. ભીમા કોરેગાંવ હિંસાનાં આરોપીઓને એમનેસ્ટી ઇન્ટરનેશનલે હીરો ગણાવ્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું કે, માનવાધિકાર કાર્યકર્તાઓ પર હુમલો કરો દેશહીતમાં નથી. આ સાથે જ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ આ મુદ્દે સ્પષ્ટતા કરવાની જરૂર છે કારણ કે સમગ્ર વિશ્વવ ભારત તરફ જોઇ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઠુવા મુદ્દે ઉછળી ઉછળી પોસ્ટ કરનાર સ્વરા અલીગઢ મુદ્દે ચુપ રહેતા યુઝર્સે કહ્યું હવે શરમ નથી...
આ સાથે જ એમનેસ્ટી ઇન્ટરનેશનલ વડાપ્રધાન મોદીને આરોપીઓને મુક્ત કરવાની માંગ કરી છે. સાથે જ જણાવ્યું કે, ધરપકડ બાદ માનવાધિકાર કાર્યકર્તાઓ વિરુદ્ધ ખોટા આરોપો લગાવાઇ રહ્યા છે. ધરપકડ કરાયેલ કાર્યકર્તાઓને દેશદ્રોહી ગણાવાઇ રહ્યા છે. 9 કાર્યકર્તાઓની ધરપકડ દેશનાં માનવાધિકારને કચડવાનો પ્રયાસ છે. 


અસમ પોલીસે પકડ્યો 590 કિલો ગાંજો, જો કે લોકો ગાંજા કરતા પોલીસનાં ટ્વીટથી વધારે ખુશ !
અત્યંત ધૃણાસ્પદ..અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરી આંખો કાઢી લીધી, SIT કરશે તપાસ
એમનેસ્ટી અનુસાર નિર્દોષ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી. ભીમા કોરેગાંવમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા મહારાષ્ટ્રનાં કેબિનેટ મંત્રી ગિરીશ મહાજને કહ્યું કે, જો એમનેસ્ટી ઇન્ટરનેશનલે આરોપીઓને હિરો ગણાવ્યા છે તે ખુબ જ ગંભીર મુદ્દો છે. સરકાર તે મુદ્દે ધ્યાન આપશે. મને આ અંગે વધારે માહિતી નથી. ગૃહમંત્રાલય પણ આ સમગ્ર મુદ્દે યોગ્ય કાર્યવાહી કરશે.