કઠુવા મુદ્દે ઉછળી ઉછળી પોસ્ટ કરનાર સ્વરા અલીગઢ મુદ્દે ચુપ રહેતા યુઝર્સે કહ્યું હવે શરમ નથી...

અલીગઢમાં 3 વર્ષની બાળકીની હત્યાનાં સમાચાર બાદ સમગ્ર સોશિયલ મીડિયા પર ન્યાય મુદ્દે પોસ્ટ્સ જોવા મળી રહી છે. બોલિવુડ સ્ટાર્સ પણ આ અપરાધીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ કઠુવા મુદ્દે સ્પષ્ટ રીતે અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે ચુપ છે. જો કે તેમની ચુપકીદી હવે તેના માટે પડકાર બની શકે છે, કારણ કે લોકોએ તેમને આ મુદ્દે ચુપ રહેવા બદલ ઝાટકણી કાઢવાનું ચાલુ કર્યું છે. 
કઠુવા મુદ્દે ઉછળી ઉછળી પોસ્ટ કરનાર સ્વરા અલીગઢ મુદ્દે ચુપ રહેતા યુઝર્સે કહ્યું હવે શરમ નથી...

નવી દિલ્હી : અલીગઢમાં 3 વર્ષની બાળકીની હત્યાનાં સમાચાર બાદ સમગ્ર સોશિયલ મીડિયા પર ન્યાય મુદ્દે પોસ્ટ્સ જોવા મળી રહી છે. બોલિવુડ સ્ટાર્સ પણ આ અપરાધીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. બીજી તરફ કઠુવા મુદ્દે સ્પષ્ટ રીતે અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે ચુપ છે. જો કે તેમની ચુપકીદી હવે તેના માટે પડકાર બની શકે છે, કારણ કે લોકોએ તેમને આ મુદ્દે ચુપ રહેવા બદલ ઝાટકણી કાઢવાનું ચાલુ કર્યું છે. 

— Swara Bhasker (@ReallySwara) June 7, 2019

અલીગઢ હત્યા મુદ્દે ચુપ રહેલી સ્વરા હવે સોશિયલ મીડિયા યુઝર્સનાં નિશાન પર છે, કારણ કે ગત્ત વખતે જ્યારે આવો જ એક કેસ સામે આવ્યો હતો ત્યારે સ્વરા ભાસ્કર ખુબ જ એક્ટિવ થઇને સતત પોસ્ટ કરતી રહેતી હતી. એટલે સુધી કે તેણે હાથમાં તખ્તી લઇને એક તસ્વીર પણ પોસ્ટ કરી હતી. ત્યાર બાદ અનેકએ તેને ફોલો કરી હતી. જો કે આ વખતે સ્વરા ચુપ રહેવું લોકોની નારાજગીનું કારણ બની ચુક્યું છે. 

— Swara Bhasker (@ReallySwara) June 7, 2019

એવું નથી કે સ્વરા હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર નથી પરંતુ સ્વરાએ અલીગઢ મુદ્દે કોઇ પણ રિએક્શન ન આપતા શુક્રવારે પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ બદલ્યું છે. આ અંગે સોશિયલ મીડિયાનાં યુઝર્સે તેની આકરી ઝાટકણી કાઢી હતી. તેની તસ્વીર પર એક યુઝરે લખ્યું કે, હવે ક્યાં ગયા સ્વરા ભાસ્કર જેવા અસહિષ્ણુ ગેંગનાં લોકો. હવે ક્યાં આ ટ્વીંકલ માટે પોતાનો અવાજ નહી ઉઠાવે. જ્યારે કેટલાક લોકો આરફાનાં સમયમાં સ્વરાની પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરને રીપોસ્ટ કરવાનાં મુદ્દે તેને સવાલ કરી રહ્યા છે. 


(કઠુવા દુષ્કર્મ સમયે સોશિયલ મીડિયા પર અનેક ટ્વિટ દ્વારા સ્વરા સક્રિય રહી હતી)

અત્રે ઉલ્લેખનીય છે કે, આ હૃદય દ્રાવક ઘટના અલીગઢની છે જ્યાં ગામ બુઢામાં 31 મેથી ગુમ એક બાળકીની લાશ ગામની બહારનાં કચરાનાં ઢગલા પર પડી મળી હતી. બાળકીની નિર્મમ હત્યા કરવામાં આવી અને આરોપ છે કે હત્યા પહેલા બાળકી સાથે ધૃણિત કૃત્ય પણ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ દ્વારા દુષ્કર્મની પૃષ્ટી કરવામાં આવી નથી. આ મુદ્દે એક વ્યક્તિની ધરપકડ થઇ છે. જેણે જુનું ઉધાર ચુકવવા બદલે આ ક્રુર ક્રૃત્ય કર્યું હોવાનું સ્વિકાર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news