નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari)એ દેશભરના ટોલ નાકાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2 વર્ષમાં દેશને ટોલ નાકા મુક્ત  (toll naka mukat) કરી દેવામાં આવશે. તેનાથી દેશભરમાં વાહન કોઈ વિઘ્ન વગર ગમે ત્યાં જઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસોચૈમના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યુ કે, રશિયા સરકારની મદદથી જલદી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)ને પણ અંતિમ રૂપ આપી દેવામાં આવશે. આમ થતાં 2 વર્ષમાં ભારત ટોલ મુક્ત થઈ જશે. 


આ રીતે વસૂલ કરવામાં આવશે ચાર્જ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું, 'ત્યારબાદ પૈસા બેન્ક ખાતાથી સીધા ડિડક્ટ કરી દેવામાં આવશે. આ પૈસા વાહનના મૂવમેન્ટના આધાર પર લેવામાં આવશે. હાલ બધા કોમર્શિયલ વાહન વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની સાથે આવી રહ્યાં છે, તો જૂના વાહનોમાં જીપીએસ ઇન્સ્ટોલ કરવા માટે સરકાર કોઈ યોજના લઈને આવશે.'


આ પણ વાંચોઃ હું કિસાન પરિવારમાંથી આવુ છું... કૃષિ મંત્રી તોમરે દેશના કિસાનોને લખ્યો 8 પેજનો પત્ર


આ જાહેરાત કરવા ગડકરીએ તે પણ કહ્યું કે, તેનાથી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી (NHAI) ટોલની આવક વર્ષમાં 1.34 ટ્રિલિયન સુધી વધી જશે. આમ જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાને કારણે થશે. તેનાથી લેતી-દેતીમાં પણ પારદર્શિતા આવશે અને કેશલેસ લેતી-દેતીને પ્રોત્સાહન મળશે. 


નફાખોરીને લઈને આપી ચેતવણી
એસોચૈમ ફાઉન્ડેશન વીક 2020ને વર્ચ્યુઅલ તરીકે સંબોધિત કરતા નીતિન ગડકરીએ સ્ટીલ ઉત્પાદકોને નફાખોરીને લઈને પણ સાવચેત કર્યા છે. તેમણે કહ્યું કે, તેમણે પ્રમુખ કંપનીઓ દ્વારા પાછલા છ મહિનામાં સ્ટીલની કિંમત 55 ટકા સુધી વધારવા તરફ પ્રધાનમંત્રી મોદીનું ધ્યાન આકર્ષિત કર્યુ છે, જેના કારણે પરિયોજનાઓને પૂરી કરવી મુશ્કેલ થઈ રહી છે. 


સડક પરિવહન, રાજમાર્ગ અને એમએસએમઈ મંત્રીએ આગળ કહ્યુ કે, જો કંપનીો તેના પર અંકુશ લગાવવામાં નિષ્ફળ રહી તો સરકારે નીતિઓમાં ફેરફાર કરવો પડશે અને પરિયોજનાઓમાં વૈકલ્પિક ટેકનોલોજીઓ પ્રોત્સાહન આપવું પડશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube