નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ નેતાઓની પાર્ટી બદલવાનો સિલસિલો તેજ થઈ ગયો છે. ભાજપે બુધવારે પોતાના મિશન યુપીને આગળ વધાર્યું અને ત્રણ મોટા નેતાઓ ભાજપમાં સામેલ થયા. જેનાથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 


સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે આજે ભારત સાથે 2 અસીમ શક્તિ છે: પીએમ મોદી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલેશ યાદવે યોજી બેઠક
આ બાજુ સમાજવાદી પાર્ટીની આજે લખનૌમાં મોટી બેઠક થઈ. જેમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે તમામ સહયોગી પાર્ટીઓ સાથે મુલાકાત કરીને સીટ શેરિંગ પર ચર્ચા કરી. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું છે કે સપા 6 પાર્ટીઓ સાથે વિધાનસભા ચૂંટણીમાં ઉતરી રહી છે. બેઠકમાં 6 નાના પક્ષના નેતાઓ સામેલ થયા હતા. અખિલેશે સહયોગી પક્ષો સાથે બેઠકમાં સીટ શેરિંગનો ફોર્મ્યુલા નક્કી કર્યો. 


આ નેતાઓ થયા હતા સામેલ
અખિલેશ યાદવ સાથેની બેઠકમાં પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના શિવપાલ યાવદ અને આદિત્ય યાદવ, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ઓમપ્રકાશ રાજભર અને અરવિંદ રાજભર, આરએલડીના ડૉ. મસૂદ (પ્રદેશ અધ્યક્ષ), મહાન દળના કેશવ દેવ મૌર્ય, જનવાદી પાર્ટીના સંજય ચૌહાણ અને અપના દળ (કમેરાવાદી)ના કૃષ્ણા પટેલ સામેલ થયા હતા. 


હરિદ્વાર ધર્મસંસદમાં સમુદાય વિશેષ વિરુદ્ધ નિવેદનોનો મામલો, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ


સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ શિવપાલ યાદવ આગામી વિધાનસભા ચૂંટણીમાં જસવંતનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. શિવપાલ યાદવે લખનૌમાં અખિલેશ યાદવના ઘરે પહોંચીને મુલાકાત કરી તથા સીટ શેરિંગ પર ચર્ચા કરી. 


UP માં સાત તબક્કામાં થશે વિધાનસભા ચૂંટણી
અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં આ વખતે 403 વિધાનસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી થશે અને મતગણતરી 10 માર્ચે થશે. યુપીમાં વિધાનસભા ચૂંટણીની શરૂઆત 10 ફેબ્રુઆરીના રોજ રાજ્યના પશ્ચિમી ભાગના 11 જિલ્લાની 58 બેઠકો પર મતદાન સાથે થશે. ત્યારબાદ 14 ફેબ્રુઆરીના રોજ બીજા તબક્કામાં 55 બેઠકો પર, 20 ફેબ્રુઆરીના રોજ ત્રીજા તબક્કામાં 59 બેઠકો પર, 23 ફેબ્રુઆરીના રોજ ચોથા તબક્કામાં 60 બેઠકો પર, 27 ફેબ્રુઆરીના રોજ પાંચમા તબક્કામાં 60 બેઠકો પર, ત્રણ માર્ચના રોજ છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર અને સાત માર્ચના રોજ સાતમા અને અંતિમ તબક્કામાં 54 બેઠકો પર મતદાન થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube