સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે આજે ભારત સાથે 2 અસીમ શક્તિ છે: પીએમ મોદી

રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાઓને સંબોધન કર્યું.

સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે કે આજે ભારત સાથે 2 અસીમ શક્તિ છે: પીએમ મોદી

નવી દિલ્હી: રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદ જયંતીના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કામરાજર મનીમંડપમનું ઉદ્ધાટન કર્યું. જેને લગભગ 23 કરોડ રૂપિયાના ખર્ચે પુડુચેરીમાં સરકારે તૈયાર કરાવ્યો છે. આ દરમિયાન તેમણે દેશના યુવાઓને સંબોધન પણ કર્યું. તેમણે કહ્યું કે આપણે આ વર્ષે શ્રી અરબિંદોની 150મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની પણ 100મી પુણ્યતિથિ છે. આ બંને મહાપુરુષોનો પુડ્ડુચેરી સાથે ખાસ સંબંધ રહ્યો છે. આ બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે. 

રાષ્ટ્રીય યુવા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ
પીએમ મોદીએ કહ્યું કે તમને બધાને રાષ્ટ્રીય યુવા દિવસની ખુબ ખુબ શુભકામનાઓ! ભારત માતાના મહાન સંત સ્વામી વિવેકાનંદને તેમની જયંતી પર નમન કરું છું. આઝાદીના અમૃત મહોત્સવમાં તેમની જન્મજયંતી વધુ પ્રેરણાદાયી બની ગઈ છે. 

યુવાઓને સંદેશ
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દુનિયા ભારતને એક આશા ની દ્રષ્ટિથી, એક વિશ્વાસની દ્રષ્ટિથી જુએ છે. કારણ કે ભારતના લોકો પણ યુવા છે અને ભારતનું મન પણ યુવા છે. ભારત પોતાના સામર્થ્યથી પણ યુવા છે, ભારત પોતાના સપનાથી પણ યુવા છે. ભારત પોતાના ચિંતનથી પણ યુવા છે અને ચેતનાથી પણ યુવા છે. આઝાદી સમયે જે યુવા પેઢી હતી, તેણે દેશ માટે પોતાનું બધુ કુરબાન કરવામાં એક પણ પણ ગુમાવી નહતી

વિશ્વએ એ વાત સ્વીકારી છે કે આજે ભારતની સાથે બે અસીમ શક્તિ છે. 
પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના યુવાઓમાં જો ટેક્નોલોજીનો ક્રેઝ છે, તો લોકતંત્રની ચેતના પણ છે. આજે ભારતના યુવાઓમાં જો શ્રમનું સામર્થ્ય છે તો ભવિષ્યની સ્પષ્ટતા પણ છે. આથી  ભારત આજે જે કહે છે દુનિયા તેને આવનારા કાલનો અવાજ માને છે. વિશ્વએ એ વાત સ્વીકારી છે કે આજે ભારતની સાથે બે અસીમ શક્તિ છે. એક ડેમોગ્રાફી અને બીજી ડેમોક્રેસી. જે દેશ પાસે જેટલી યુવા જનસંખ્યા છે તેના સામર્થ્યને પણ એટલું જ મોટું માનવામાં આવે છે. 

પુડુચેરીથી મળ્યો આધ્યાત્મનો મંત્ર
પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર દેશ આ વર્ષે શ્રી અરબિંદોની 150મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ અને આ વર્ષે મહાકવિ સુબ્રમણ્યમ ભારતીજીની પણ 100મી પુણ્યતિથિ છે. આ બંને મહાપુરુષોનો પુડ્ડુચેરી સાથે ખાસ સંબંધ રહ્યો છે. આ બંને એકબીજાની સાહિત્યિક અને આધ્યાત્મિક યાત્રાના ભાગીદાર રહ્યા છે. 

1- डेमोग्राफी
2- डेमोक्रेसी

जिस देश के पास जितनी युवा जनसंख्या है उसके सामर्थ्य को उतना ही बड़ा माना जाता है।

— BJP (@BJP4India) January 12, 2022

ડિજિટલ પેમેન્ટ મામલે હિન્દુસ્તાનીઓ સૌથી આગળ-પીએમ
યુવાઓના નામે પોતાના ખાસ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતના યુવાઓની  જ તાકાત છે કે આજે ભારત ડિજિટલ પેમેન્ટ મામલે દુનિયામાં આટલું આગળ વધી ગયું છે. યુવાઓમાં એ ક્ષમતા હોય છે, તે સામર્થ્ય હોય છે કે તેઓ જૂની રૂઢીઓનો બોજો લઈને ચાલતા નથી, તેઓ તેને ખંખેરવા માંગે છે. હવે આ યુવાઓ, પોતાને, સમાજને, નવા પડકારો, નવી માગણીઓ પ્રમાણે તૈયાર કરી શકે છે. નવું સર્જન કરી રહ્યા છે. 

દેશ પાસે વિરાટ સ્ટાર્ટ અપ્સની મજબૂત ઈકોસિસ્ટમ- પીએમ
પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત પાસે આજે 50 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સની મજબૂત ઈકોસિસ્ટમ છે. નવા ભારતનો આ જ મંત્ર છે- Compete and Conquer એટલે કે ભેગા થાઓ અને જીતો. ભેગા થાઓ અને જંગ જીતી લો. 

અમારું માનવું છે પુત્ર-પુત્રી એક સમાન
પીએમ મોદીએ કહ્યું કે નવી સોચ હેઠળ અમારી સરકારે દીકરીઓના સારા માટે લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો નિર્ણય લીધો છે. દીકરીઓ પણ પોતાની કરિયર બનાવે તેમને વધુ સમય મળે, આ દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news