નવી દિલ્હી: ભારતની સૌથી મોટી ડેટા એજન્સી રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર (નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર NIC) પર સાયબર હુમલા (Cyber Attack) ના અહેવાલ સામે આવી રહ્યા છે. આ હુમલા અંગે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે. કહેવાય છે કે આ સાયબર હુમલાના માધ્યમથી NICના અનેક કમ્યુટરોને નિશાન બનાવાયા છે અને સંવેદનશીલ માહિતી મેળવી લેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખરે ચીને સ્વીકાર્યું, ગલવાનમાં થયેલા લોહિયાળ ઘર્ષણમાં માર્યા ગયા હતા PLAના સૈનિકો


રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જાણકારીઓ ગાયબ
નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (National Informatics Center)માં પ્રધાનમંત્રી, એનએસએ સહિત રાષ્ટ્રીય હિત સંબંધિત જાણકારીઓ હોય છે. આવામાં આ સાયબર હુમલાને ખુબ જ જોખમી ગણવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ સાયબર એટેક(Cyber Attack) બેંગ્લુરુ બેસ્ડ એક ફર્મ દ્વારા કરાયો છે જેના તાર અમેરિકા સાથે જોડાયેલા છે. એનઆઈસી(National Security) ના ડેટા બેસમાં રાષ્ટ્રીય સુરક્ષા સંલગ્ન જાણકારીઓ સાથે ભારતના નાગરિકો, વીવીઆઈપી લોકોની જાણકારીઓ હોય છે. 


ડ્રગ્સ કેસ: ડ્રગ તસ્કર રાહિલ વિશ્રામની ધરપકડ, બોલિવુડની અનેક જાણીતી હસ્તીઓ સાથે છે ડાઈરેક્ટ લિંક


ઈમેઈલ માધ્યમથી થયો હુમલો!
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને મળેલી માહિતી મુજબ એનઆઈસીની સિસ્ટમ પર ઈમેઈલના માધ્યમથી માલવેર મોકલવામાં આવ્યો. જેમાં એક લિંક પર ક્લિક કરતા જ તમામ જાણકારીઓ ગાયબ થઈ ગઈ. ત્યારબાદ દિલ્હી પોલીસને સૂચના અપાઈ. જાણકારી સામે આવતા જ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કમાન સંભાળી લીધી અને કેસની તપાસ શરૂ કરી દીધી. 


Solar system Mystery: એક જગ્યા એવી, જ્યાં હજારો ટન હીરાનો થાય છે વરસાદ, કોઈ લેનાર જ નથી


બેંગ્લુરુની કંપનીનો હાથ, અમેરિકી લિંક?
એનઆઈસીના કર્મચારીઓની ફરિયાદ પર જ્યારે મેઈલની તપાસ કરવામાં આવી તો તેની લિંક બેંગ્લુરુની કંપની સાથે જોડાયેલી મળી. પોલીસ તપાસમાં આ કંપનીનું આઈપી એડ્રસ ટ્રેસ થયું છે. આ કંપની અમેરિકા બેસ્ડ કંપની સાથે જોડાયેલી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube