ડ્રગ્સ કેસ: ડ્રગ તસ્કર રાહિલ વિશ્રામની ધરપકડ, બોલિવુડની અનેક જાણીતી હસ્તીઓ સાથે છે ડાઈરેક્ટ લિંક

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 3 ડ્રગ તસ્કર ગેંગનો ખુલાસો કર્યો છે. આ સાથે જ એક તસ્કર રાહિલ વિશ્રામ (Rahil Vishram) ની પણ ધરપકડ  કરી છે. તેની પાસેથી એક કિલો હાઈ ક્વોલિટીનું નશીલુ ડ્રગ્સ અને 4 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે.

ડ્રગ્સ કેસ: ડ્રગ તસ્કર રાહિલ વિશ્રામની ધરપકડ, બોલિવુડની અનેક જાણીતી હસ્તીઓ સાથે છે ડાઈરેક્ટ લિંક

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલા નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ 3 ડ્રગ તસ્કર ગેંગનો ખુલાસો કર્યો છે. આ સાથે જ એક તસ્કર રાહિલ વિશ્રામ (Rahil Vishram) ની પણ ધરપકડ  કરી છે. તેની પાસેથી એક કિલો હાઈ ક્વોલિટીનું નશીલુ ડ્રગ્સ અને 4 લાખ રૂપિયા કેશ મળી આવ્યા છે. રાહિલનો સંબંધ શોવિક અને કૈઝાન ઈબ્રાહિમ સાથે પણ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાહિલ વિશ્રામના રિયા ચક્રવર્તી અને અનુજ કેસવાની સાથે સીધા સંબંધ છે અને ડ્રગ્સ સેવન કરનારી બોલિવૂડની અનેક મોટી હસ્તીઓ સાથે પણ તેની ડાઈરેક્ટ લિંક છે. રાહિલ વિશ્રામની સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે સીધી લિંક હોવાનું કહેવાય છે. તેની પાસેથી 'મનાલા ક્રીમ' નામની એક કિલો મોંઘી ડ્રગ્સ પણ મળી છે. NCBએ એક વધુ ડ્રગ પેડલર તલવારને પણ ઈન્ટરસેપ્ટ કર્યો છે. તેની પાસેથી પણ  ડ્રગ્સ કેસમાં મહત્વના ખુલાસા થવાની આશા છે. 

સૂત્રોનું કહેવું છે કે NCB આજે શ્રુતિ મોદી અને જયા સાહાને પૂછપરછ માટે બોલાવી શકે છે. આ સાથે જ ડ્રગ્સ કેસમાં કેટલાક વધુ લોકોની ધરપકડ પણ થઈ શકે છે. શ્રુતિ મોદી સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ બિઝનેસ મેનેજર છે. EDની તપાસમાં પણ શ્રુતિ મોદી અને જયા સાહાનું નામ સામે આવ્યું હતું. ઈડીને રિયા ચક્રવર્તીની જયા સાહા સાથે ડ્રગ્સ ચેટ્સ પણ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news