ભારત-ચીન બોર્ડર મેનેજમેન્ટને લઇને ગૃહ મંત્રાલયમાં મોટી બેઠક, સીમા પર જલદી શરૂ થશે રોડનું નિર્માણ
ગૃહ મંત્રાલયે ભારત-ચીન (China) બોર્ડર મેનેજમેન્ટને લઇને મોટી બેઠક થઇ રહી છે. ગૃહ મંત્રાલયમાં સેક્રેટરી, બોર્ડર મેનેજમેન્ટની અધ્યક્ષતામાં મોટી બેઠક થઇ રહી છે. બેઠકમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO), ITBP, CPWD અને ગૃહ મંત્રાલયના અધિકારી હાજર છે.
નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે ભારત-ચીન (China) બોર્ડર મેનેજમેન્ટને લઇને મોટી બેઠક થઇ રહી છે. ગૃહ મંત્રાલયમાં સેક્રેટરી, બોર્ડર મેનેજમેન્ટની અધ્યક્ષતામાં મોટી બેઠક થઇ રહી છે. બેઠકમાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO), ITBP, CPWD અને ગૃહ મંત્રાલયના અધિકારી હાજર છે. ગૃહ મંત્રાલયમાં એક અઠવાડિયામાં આ બીજી બેઠક છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર લદ્દાખ રીઝનમાં ત્રણ પ્રમુખ માર્ગોનું નિર્માણ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન કરી રહ્યું છે. આઇસીબીઆર ફેજ-2 એટલે કે ઇંડો-ચાઇના બોર્ડર પર બીજા તબક્કાના કામમાં 32 રોડનું નિર્માણ થવાનું છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના અનુસાર આ રોડના નિર્માણ કાર્યને બધી એજન્સીઓના સહયોગથી વધુ ગતિ આપવામાં આવશે.
J&K: વેરિનાગના જંગલોમાં સંતાયેલા આતંકવાદીને ઘેરી લીધા, એન્કાઉન્ટર શરૂ
સૂત્રોનું કહેવું છે કે ભારત-ચીન બોર્ડર રોડમાં કુલ 73 રોડ બનવાના છે. તેમાં 12 રોડ પર સીપીડબ્લૂડી કામ કરી રહ્યું છે અને 61માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરો). રસ્તા ઉપરાંત સીમાવર્તી ગામમાં પણ વિજળી, રોજગારના સાધનો, શિક્ષા અને સ્વાસ્થ્ય સુવિધાઓ વધુમાં વધુ વધારવાનાને પ્રાથમિકતા આપવામાં આવશે.
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube