નવી દિલ્હી: દેશ અને દુનિયાભરમાં અભિવ્યક્તિની આઝાદીનું નેતૃત્વ કરતા હોવાના દાવા કરનારા JNU કેમ્પસમાં હવે અહીના વિદ્યાર્થીઓને બીજાની અભિવ્યક્તિની આઝાદી સારી લાગતી નથી. અહીં વાત કરી રહ્યાં છીએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની... કે જ્યાં વિદ્યાર્થીઓએ હવે મીડિયા વિરુદ્ધ હલ્લાબોલ કર્યુ છે. પોતાની અલગ અલગ માગણીઓ માટે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ મીડિયાને કેમ્પસમાં આવતા રોકી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકાર 'એક રાષ્ટ્ર, એક વેતન દિવસ' લાગુ કરવાની યોજના ઘડી રહી છે, જાણો શું થશે ફાયદો


દેશના મહાપુરુષોનું અપમાન કરનારા વિદ્યાર્થીઓને કોઈ પણ નિયમ કે કાયદાની પરવા નથી. તેઓ પોલીસકર્મીઓ સાથે ભીડે છે અને કેમ્પસથી દૂર રહેવાની માગણી કરી રહ્યાં છે. આવા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી પરિસરમાં ઝી ન્યૂઝના સંવાદદાતા પૂજા મક્કડ સાથે પણ દલીલ કરી અને તેમને યુનિવર્સિટી છોડીને જતા રહેવાનું કહ્યું....આવામાં અમારો સવાલ એ છે કે દેશ તોડવાનો નારો આપશે તે જ JNUમાં રહેશે? અભિવ્યક્તિની આઝાદી પર ફક્ત 'ટુકડે ગેંગ'નો અધિકાર? JNUમાં ફી પર ટુકડે ગેંગનો સંગ્રામ હવે ક્યાં સુધી? JNUમાં સ્વામી વિવેકાનંદના ગુનેહગારોને સજા ક્યારે? 'અફઝલ પ્રેમી ગેંગ'ને ક્યાં સુધી સહન કરશે દેશ?


મહારાષ્ટ્ર BJP અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો હુંકાર, 'અમારી પાર્ટી વગર કોઈ સરકાર બની શકશે નહીં'


ઝી મીડિયા સંવાદદાતા- મામલો શું છે?
JNU વિદ્યાર્થી- મુદ્દો એ છે કે તમારી સાથે કોઈ લેવાદેવા નથી.
JNU વિદ્યાર્થી- જો તમે કઈંક સાબિત કરી શકો છો તો વાત કરો, નહીં તો તમે જાઓ અહીંથી.


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube