ખૂલી પોલ! 11 લાખ બાળકો સ્કૂલનું પગથિયું નથી ચઢ્યા, ગુજરાતમાં આંકડો હજારોમાં
School Education: નાણાંકીય વર્ષ 2024-25 પહેલાં દેશમાં શિક્ષણ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં 11 લાખથી વધારે બાળકો શાળામાં ન ગયા હોવાનું સામે આવ્યું છે.
School Education in India: નાણાંકીય વર્ષ 2024-25 પહેલાં દેશમાં શિક્ષણ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં 11 લાખથી વધારે બાળકો શાળામાં ન ગયા હોવાનું સામે આવ્યું છે. જે દેશની ખોખલી શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી રહ્યા છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય શિક્ષણમાં પછાત રાજયમાં નંબર વન હોવાનું ખૂલ્યું છે. ત્યારે કોણે આ ખુલાસો કર્યો?
- ઉત્તર પ્રદેશમાં 7,85,000 બાળકો શિક્ષણથી વંચિત
- ઝારખંડમાં 65,000થી વધારે બાળકો શિક્ષણથી વંચિત
- અસમમાં 63,000થી વધુ બાળકો શાળાએ જતા નથી
- ગુજરાતમાં 54,500થી વધુ બાળકો શિક્ષણથી વંચિત
- મધ્ય પ્રદેશ અને હરિયાણામાં 30થી 40 હજાર બાળકો શિક્ષણથી વંચિત
- બિહારમાં 25,000 બાળકો શિક્ષણથી વંચિત
- રાજધાની દિલ્લીમાં 18,300 બાળકો શિક્ષણથી વંચિત
'Good kisser...' મુસાફરે રાઈડ પછી ઉબેર ડ્રાઈવર માટે આવું કેમ લખ્યું?
11 લાખથી વધુ બાળકો શિક્ષણથી વંચિત
દેશમાં શૈક્ષણિક વિકાસના મોટા દાવાની વચ્ચે આ આંકડાએ મોટી પોલ ખોલી નાંખી છે. નાણાંકીય વર્ષ 2024-25 પહેલાં માત્ર 8 જ મહિનામાં દેશમાં એક ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. જેમાં 11 લાખ 70 હજારથી વધારે બાળકોની ઓળખ કરવામાં આવી છે જે શાળામાં અભ્યાસ કરતાં નથી. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણના ક્ષેત્રમાં હજુ પણ અનેક મોટા પડકારો છે.
હવે તમારા મનમાં એમ થતું હશે કે આ ચોંકાવનારા આંકડા ક્યાંથી આવ્યા? તો તે પણ જાણી લો શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સંસદમાં સવાલના જવાબમાં જણાવ્યું કે દેશમાં 11 લાખ 70 હજાર 404 વિદ્યાર્થીઓ શાળામાં દાખલો મેળવવાથી વંચિત છે.
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ના રાખો રૂપિયા, નહીંતર થઈ જશો કંગાલ
- શિક્ષણ અંગે ચોંકાવનારો ખુલાસો
- અભ્યાસમાં ઉત્તર પ્રદેશ પછાત
- 7 લાખ બાળકો શિક્ષણથી વંચિત
- કેન્દ્ર સરકારના આંકડામાં થયો ખુલાસો
- ગુજરાતમાં 54,000થી વધુ બાળકો વંચિત
- શિક્ષણથી વંચિત બાળકો, કોણ જવાબદાર?
મહિલાઓનો સાક્ષરતા દરમાં વધારો
છેલ્લાં દાયકામાં ગ્રામીણ સાક્ષરતા દર વિશે પણ શિક્ષણ રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી દીધી. છેલ્લાં દાયકામાં ગ્રામીણ ભારતમાં સાક્ષરતા દર 10 ટકાથી વધુ વધ્યો છે. આ સમયગાળામાં મહિલાઓનો સાક્ષરતા દર 14.50 ટકા વધ્યો છે.
સરકારે કરી સ્પષ્ટતા
કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં સ્પષ્ટતા આપી કે શિક્ષણ બંધારણની સમવર્તી યાદીમાં આવે છે. આથી મોટાભાગના રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે જે આંકડા આપ્યા છે તે જ આ આંકડા છે. એક વાત તો છે કે દેશને 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાની વાતો થઈ રહી છે. પરંતુ દેશમાં નબળી શિક્ષણ વ્યવસ્થા અંગે કોઈ વાત કરતું નથી ત્યારે આ અંગે દેશના દરેક રાજ્યની સરકારે વિચારવું પડશે. કેમ કે દેશના તમામ રાજ્યના બાળકો શિક્ષિત હશે તો જ ખરા અર્થમાં ભારત વિકસિત અને સમૃદ્ધ ગણાશે.