નવી દિલ્હી: દિલ્હીના શાહીન બાગ (shaheen bagh)વાળા વિસ્તારમાં નાગરિકતા સંશોધન કાનૂન (CAA)ના વિરોધમાં 'જિન્ના વાળી આઝાદી'ના નારા લાગ્યા છે. તમને જણાવી દઇએ કે શાહીન બાગ વિસ્તારમાં ઘણા દિવસોથી સીએએના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી ભાજપ પ્રવક્તા તેજિંદર પાલ બગ્ગાએ એક વીડિયો ટ્વિટ કર્યો જેને શાહીન બાગનો વીડિયો કહેવામાં આવી રહ્યો છે. બગ્ગાએ ટ્વિટ કરતાં કહ્યું કે અમે આઝાદી લઇને રહીશ, જિન્ના વાળી આઝાદી લેફ્ટ આતંકવાદીઓએ સીએએના વિરોધમાં આ નારા શાહીન બાગમાં લગાવ્યા છે. 



તેમણે લખ્યું કે હું પહેલાં દિવસથી કહી રહ્યો છું આ વિરોધ પ્રદર્શન મોદી વિરૂદ્ધ છે. આ પ્રદર્શન ભારત વિરૂદ્ધ છે. તમને જણાવી દઇએ કે શાહીનબાગમાં સીએએનો વિરોધ સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ મહિલાઓનું પ્રદર્શન શરૂ થયું લગભગ 27 દિવસ થઇ ચૂક્યા છે.