પુલવામા : સપ્ટેમ્બર 2016માં ઉરી આતંકવાદી હૂમલામાં 19 જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ સૌથી મોટો આતંકવાદી હૂમલો જમ્મુ કાશ્મીરનાં પુલવામાં જિલ્લાનાં અવંતીપોરામાં જમ્મુથી શ્રીનગર જઇ રહેલા સીઆરપીએફના કાફલામાં રહેલ બસોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર કહેવાઇ રહ્યું છે કે, નેશનલ હાઇવે પર આઇઇડી બ્લાસ્ટ દ્વારા કરવમાં આવેલા હૂમલામાં 18 જવાન શહીદ થયા છે. શરૂઆતી માહિતી અનુસાર આ આત્મઘાતી હૂમલો માનવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K Pulwama IED Blast: 7 દિવસ પહેલા જ અપાઇ હતી ચેતવણી, છતા બેદરકારી

મળતી માહિતી અનુસાર સીઆરપીએફનાં જે કાફલા પર હૂમલો થયો તેમાં 70 વાહન અને 2500 જવાન હતા. આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે કાશ્મીરની એક સમાચાર એજન્સીને સંદેશ મોકલીને હૂમલાની જવાબદારી લીધી છે. હૂમલામાં ઘાયલ જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સાથે જ સમગ્ર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. કહેવાઇ રહ્યું છે કે, જૈશ એ મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ ડારે આ આત્મઘાતી હૂમલાને પાર પાડ્યો છે. 

હૂમલામાં 45થી વધારે જવાનો ઘાયલ થયા છે. કાફલામાં રહેલી એક બસને સૌથી વધારે નુકસાન થયું છે. સેનાનાં અધિકારીઓનું કહેવું છે કે, 2001-02માં આ પ્રકારનાં ફિદાયીન હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ પ્રકારની પહેલી ઘટના છે. સેનાનું કહેવું છે કે સેના જે પ્રકારે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશ ચલાવી રહી છે, તેના કારણે તેઓ ગિન્નાયેલા હતા. સુત્રો અનુસાર શહીદોની સંખ્યા વધી શકે છે. કારણ કે, કેટલાક ઘાયલ જવાનોની સ્થિતી નાજુક છે. 


J&K Pulwama IED Blast: વર્ષનો સૌથી મોટો આતંકવાદી હૂમલો, 18 CRPF જવાન શહીદ

આદિલ અહેમદ ડારે આતંકવાદી હૂમલાને પાર પાડ્યો
સમાચાર એજન્સી PTIએ પોલીસના હવાલાથી જણાવ્યું કે, પુલવામાં જિલ્લાનાં કાકાપોરા વિસ્તારનો રહેવાસી આતંકવાદી આદિલ અહેમદ ડારે આ આતંકવાદી કાવત્રાને પાર પાડ્યું છે. આદિલે 2018માં જૈશ એ મોહમ્મદ જોઇ કર્યું હતું.