પટનાઃ લોકસભા ચૂંટણી નજીક છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમતિ શાહે તેના પર પોતાનું કામ શરૂ કરી દીધું છે. લોકસભા ચૂંટણીમાં બિહારની 40 સીટોને ખૂબ મહત્વની માનવામાં આવે છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે બિહારમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને 31 સીટો પર જીત મેળવી હતી. જેડીયુ સાથે આવતા આ વધીને 33 થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહના બિહાર પ્રવાસને લઈને તમામના મનમાં એક વાત ચાલી રહી છે કે એનડીએ ગઠબંધનના સહયોગી પાર્ટીઓને કેટલી સીટ મળશે. સીટ વહેંચણી પર શું અમિત શાહ સહયોગી પાર્ટીઓની વાત માનશે કે પછી પોતાની વાત મનાવવાનો પ્રયત્ન કરશે. બીજીતરફ તે પણ સવાલ છે કે શું નીતીશ કુમાર ભાજપની સાથે સીટને લઈને મેળ પાડી શકશે. 


આમ તો અમિત શાહને ચાણક્ય માનવામાં આવે છે તેથી માનવામાં આવી રહ્યું છે કે તે દિલ્હીથી કોઈને કોઈ ફોર્મૂલા જરૂર લઈને આવશે. પરંતુ અમિત શાહ અને નીતીશ કુમાર બંન્ને માટે સીટોને વહેંચણી મહત્વનો મુદ્દો છે. જે બંન્ને માટે ખૂબ મહત્વપૂર્ણ છે. બંન્ને પાર્ટીઓને મોદી લહેરમાં નુકસાન પહોંચ્યું છે અને આ મુદ્દા પર અમિત શાહ અને નીતિશ કુમાર બંન્ને પોતાની મંત્રણા કરશે. 


આટલી સીટ જીત્યા બાદ મોદી લહેરમાં બિહારની સાત સીટ બીજાના પક્ષમાં ગઈ હતી. બીજીતરફ નીતીશ કુમારને મોદી લહેર અને આરજેડીનો સાથ આપવાથી ખૂબ નુકસાન થયું છે. નીતીશ કુમાર પોતાની સીટો પર ફરીથી બેસવા માંગે છે જેના પર ભાજપે મોદી લહેરમાં કબજો કરી લીધો હતો. તેથી નીતીશ કુમાર અમિત શાહ સાથે આ મુદ્દાને લઈને જરૂર મંત્રણા કરશે. 


અમિત શાહને બિહારની તે સાત સીટ નજરમાં છે જેને જીતવા માટે તેમને નીતીશ કુમારની જરૂર પડશે. નીતીશ કુમારના સેક્યૂલર ચહેરાની મદદથી ભાજપ સીમાંચલમાં પોતાનો ગઢ મજબૂત કરવા ઈચ્છે છે. કારણ કે દેશમાં મોદી લહેર છતા સીમાંચલમાં ભાજપ પોતાની જગ્યા બનાવવામાં અસફળ રહ્યું હતું. ભાજપની આ રણનીતિમાં નીતીશ કુમાર તેમનો સાથ જરૂર આપશે. પરંતુ ભાજપે પણ નીતીશ કુમારની વાતોનું ધ્યાન રાખવું પડશે.