Bihar Election: નીતીશ કુમારની હાજરીમાં JDUમા સામેલ થયા પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વર પાન્ડેય
Bihar Vidhansabha Election 2020: બિહારના પૂર્વ ડીજીપી અને હાલમાં સ્વેચ્છાથી નિવૃત (VRS) થનાર ગુપ્તેશ્વર પાન્ડેય (Gupteshwar Pandey) આજે જેડીયૂમાં સામેલ થઈ ગયા છે.
પટનાઃ બિહારના પૂર્વ ડીજીપી અને હાલમાં સ્વેચ્છાથી નિવૃત (VRS) થનાર ગુપ્તેશ્વર પાન્ડેય (Gupteshwar Pandey) આજે જેડીયૂમાં સામેલ થઈ ગયા છે. ડીજીપીએ રવિવારે મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar)ના આવાસ પર તેમની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું.
એક દિવસ પહેલા તેમની બિહારના સીએમ નીતીશ કુમાર સાથે મુલાકાત થઈ હતી. મુલાકાત બાદ ગુપ્તેશ્વર પાન્ડેયે જણાવ્યુ કે, હું અહીં સીએમ નીતીશ કુમારને મળવા આવ્યો હતો. તેમનો આભાર વ્યક્ત કરવા આવ્યો હતો કારણ કે તેમણે મને ડીજીપીના રૂપમાં મારા કર્તવ્યોની સેવા કરવાની સંપૂર્ણ આઝાદી આપી હતી. સાથે તેમણે તે પણ કહ્યું કે, મેં હજુ સુધી ચૂંટણી લડવા પર કોઈ નિર્ણય લીધો નથી.
દેશમાં કોરોનાના મોર્ચા પર લાંબા સમય બાદ આવ્યા સારા સમાચાર, તમે પણ જાણી લો
બિહાર ચૂંટણી કાર્યક્રમની થઈ જાહેરાત
શુક્રવારે ચૂંટણી પંચે બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. પ્રદેશમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થશે, 28 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. 3 નવેમ્બરે બીજા અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કાનું મતદાન થશે. 10 નવેમ્બરે મત ગણતરી થશે, આ સાથે બિહારમાં કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે. કોરોના કાળમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ વખતે ખાસ તૈયારી પણ કરી છે. જ્યાં મતદાનનો સમય વધારવામાં આવ્યો છે તો કોવિડ-19 સંક્રમણ પર લગામને લઈને ઘણા જરૂરી પગલા ભરવામાં આવ્યા છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube