પટણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Nanrendra Modi) એ આજે પહેલા છપરા અને ત્યારબાદ સમસ્તીપુર (Samastipur) માં ચૂંટણી રેલી સંબોધી. સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે જો દરેક સર્વે NDAની જીતનો દાવો કરે છે તો તેની પાછળ નક્કર અને મજબૂત કારણ છે. આપણી માતાઓ અને બહેનો એનડીએની ફરીથી સરકાર બનાવી રહી છે. જેમને અમારી સરકાર, નીતિશ સરકારે સુવિધાઓ અને અવસરો સાથે જોડ્યા છે. એ જીવિકા દીદીઓ, જે આજે આત્મનિર્ભર પરિવાર અને આત્મનિર્ભર બિહારની પ્રેરણા બની રહી છે તેઓ NDAને તાકાત આપે છે. ઘરે ઘરે શાળા-કોલેજો બન્યા, શૌચાલયોએ જે બહેનો અને દીકરીઓને ગરીમા આપી, અંધારાની રાહ જોવામાંથી મુક્તિ આપી, તેઓ NDAની સરકાર બનાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહાર ચૂંટણી: એક બાજુ ડબલ એન્જિન સરકાર, બીજી બાજુ ડબલ યુવરાજ- પીએમ મોદી 

સમસ્તીપુરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે જો દરેક સર્વે NDAની જીતનો દાવો કરે છે તો તેની પાછળ નક્કર અને મજબૂત કારણ છે. આપણી માતાઓ અને બહેનો એનડીએની ફરીથી સરકાર બનાવી રહી છે. જેમને અમારી સરકાર, નીતિશ સરકારે સુવિધાઓ અને અવસરો સાથે જોડ્યા છે. એ જીવિકા દીદીઓ, જે આજે આત્મનિર્ભર પરિવાર અને આત્મનિર્ભર બિહારની પ્રેરણા બની રહી છે તેઓ NDAને તાકાત આપે છે. ઘરે ઘરે શાળા-કોલેજો બન્યા, શૌચાલયોએ જે બહેનો અને દીકરીઓને ગરીમા આપી, અંધારાની રાહ જોવામાંથી મુક્તિ આપી, તેઓ NDAની સરકાર બનાવી રહ્યા છે. 


હવે લવ જેહાદ કરનારાઓની ખેર નથી! CM યોગીના એક નિવેદનથી UP માં રાજકીય ભૂકંપ 


પીએમ મોદીએ કહ્યું કે જે બહેનોને પીવાના પાણીના સંઘર્ષમાંથી મુક્તિ મળી તેઓ NDAના પક્ષમાં મતદાન કરી રહી છે. જેમના ઘરમાં ઉજ્જવલાનું સિલિન્ડર પહોંચ્યું છે તે બહેનોનો મત એનડીએ માટે છે. બિહારના દીકરા દીકરીઓને આજે મુદ્રા લોન મળી રહી છે, બેંકોએ તેમના માટે દરવાજા ખોલ્યા છે. જેમને IIM-IIT-એમ્સ મળી રહ્યા છે. તેઓ આજે પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે NDA પર ભરોસો કરી રહ્યા છે. 


અત્યંત આઘાતજનક....આ વેબ સિરીઝ જોઈને તૌસીફે રચ્યું હતું નીકિતાની હત્યાનું ષડયંત્ર, આરોપીની કબૂલાત


વિરોધીઓ પર પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું કે ફક્ત અને ફક્ત પોતાના પરિવાર માટે કામ કરતી આ કૌટુંબિક પાર્ટીઓએ તમને શું આપ્યું? મોટા મોટા બંગલા બન્યા તો કોના બન્યા? મહેલ બન્યા તો કોના બન્યા? મોટી મોટી કરોડોની ગાડીઓ આવી, ગાડીઓનો કાફલો બન્યો, તો કોનો બન્યો. તેમણે કહ્યું કે NDAનો મંત્ર છે બધાનો સાથ, બધાનો વિકાસ, બધાનો વિશ્વાસ. NDA સરકારનો સતત પ્રયત્ન છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રના વિકાસના લાભથી છૂટી ન જાય. સુવિધા, સન્માન અને સારી તકોમાં કોઈની પણ સાથે કોઈ ભેદભાવ થવો જોઈએ નહીં. આ જ તો સુશાસનનું પણ લક્ષ્ય છે. 


પીએમ મોદીએ કહ્યું કે જેમની દાનત ખરાબ હોય, જેમની નીતિ ફક્ત ગરીબોનું ધન લૂંટવાની હોય, જે નિર્ણય ફક્ત પોતાના અને પોતાના પરિવારને ધ્યાનમાં રાખીને લેતા હોય તેઓ વિકાસના દરેક પ્રયત્નનો વિરોધ જ કરશે. તેમણે કહ્યું કે આ લોકોને ગરીબની પરેશાની, તેમની મુસિબતો સાથે કોઈ લેવાદેવા નથી. તેમને ગરીબો ફક્ત ચૂંટણીમાં યાદ આવે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે તેઓ માળા જપવાનું શરૂ કરી દે છે. ગરીબ..ગરીબ..ગરીબ... જ્યારે ચૂંટણી પૂરી થાય ત્યારે બસ પોતાના પરિવારને લઈને બેસી જાય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube