પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Elections 2020)ને લઈને ચૂંટણી મેદાનમાં ઉતરેલા બધા રાજકીય પક્ષો રાજ્યની સત્તા સુધી પહોંચવા માટે પુરજોર પ્રયાસ કરી રહ્યાં છે. બધી પાર્ટીઓની ઈચ્છા સત્તામાં ભાગીદારીની છે. ચૂંટણીને લઈને પાર્ટી હોય કે ગઠબંધન પોતાના નેતા કે મુખ્યમંત્રીનો ચહેરો સામે રાખી ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યાં છે. ઘણા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તો ખુદ ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. આ ચૂંટણીમાં જ્યા સત્તા સુધી પહોંચવા માટે વિભિન્ન પાર્ટીઓ ચાર અલગ-અલગ ગઠબંધન બનાવીને ચૂંટણી મેદાનમાં છે તો બિહારના મુખ્યમંત્રી બનવાના સપના સાથે છ મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર  (Nitish Kumar) એકવાર ફરી એનડીએ તરફથી મુખ્યમંત્રીનો ચહેરો છે તો આરજેડી નેતૃત્વ વાળા વિપક્ષી દળના મહાગઠબંધન  તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ને મુખ્યમંત્રી બનાવવાના દાવાની સાથે ચૂંટણી મેદાનમાં છે. તેજસ્વી ખુદ રાધોપુરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 


પાછલી ચૂંટણી બાદ બદલી રાજકીય પરિસ્થિતિઓ
પાછલી ચૂંટણી બાદ રાજ્યની રાજકીય પરિસ્થિતિમાં પણ ફેરફાર થયો છે. 2015ની વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂ અને આરજેડી સાથે મળીને લડ્યા હતા ત્યારે મહાગઠબંધન તરફથી નીતીશ કુમાર મુખ્યમંત્રીનો ચહેરો હતા. ત્યારે એનડીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા સાથે મેદાનમાં ઉતર્યું અને પરિણામ બાદ મુખ્યમંત્રી નક્કી કરવાની વાત કરી હતી. આ ચૂંટણી ભાજપ ફરી જેડીયૂ સાથે મળીને લડી રહ્યું છે અને સીએમનો ચહેરો નીતીશ કુમાર છે. 


અર્થતંત્રને કઈ રીતે બરબાદ કરવું, ઝડપથી વધુ લોકોને સંક્રમિત કરવા, તે ભારતમાં જુઓઃ રાહુલ ગાંધી


ચૂંટણીમાં મુખ્યમંત્રીના છ ચહેરા
તેજસ્વી અને નીતીશ સિવાય રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપીઃ, બસપાની સાછે છ પક્ષોનું ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાને મુખ્યમંત્રી પદના દાવેદાર બનાવ્યા છે. તો જન અધિકાર પાર્ટીના અધ્યક્ષ પપ્પૂ યાદવને પ્રગતિશીલ લોકતાંત્રિક ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરી ચૂંટણી મેદાનમાં જોર લગાવ્યું છે. 


લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ પોતાના અધ્યક્ષ ચિરાગ પાસવાનને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે, પરંતુ ચિરાહે અત્યાર સુધી ખુદને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા નથી. એલજેપી આ ચૂંટણીમાં 143 સીટો પર લડી રહી છે. 


CM શિવરાજ સિંહ ચૌહાણે સોનિયા ગાંધીને લખ્યો પત્ર, કમલનાથ વિરુદ્ધ કાર્યવાહીની કરી માગ  


તો ચૂંટણીમાં પ્લુરલ્સ પાર્ટીની પ્રમુખ પુષ્પમ પ્રિયા ચૌધરી પણ ખુદને મુખ્યમંત્રીની ઉમેદવાર જાહેર કરી ચૂંટણી મેદાનમાં છે. પુષ્પમ પ્રિયા ચૌધરીએ સ્થાનીય સમાચાર પત્રોમાં જાહેરાત પ્રકાશિત કરતા ખુદને આગામી મુખ્યમંત્રી જાહેર કરી છે. બધા મુખ્યમંત્રી પદના ઉમેદવાર સત્તાના શીખર પર પહોંચવા માટે ચૂંટણી મેદાનમાં ખુબ પરસેવો પાડી રહ્યાં છે પરંતુ આ લોકતંત્રમાં જનતા કોના કામો અને ચહેરા પર મહોર લગાવે છે, તે તો 10 નવેમ્બરે આવનાર ચૂંટણી પરિણામ બાદ ખ્યાલ આવશે. 


 


બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube