અર્થતંત્રને કઈ રીતે બરબાદ કરવું, ઝડપથી વધુ લોકોને સંક્રમિત કરવા, તે ભારતમાં જુઓઃ રાહુલ ગાંધી

Rahul slams Modi govt over economy: રાહુલ ગાંધીએ ભારતના પાડોસી દેશ સહિત કેટલાક એશિયન દેશો સાથે દેશના જીડીપી ગ્રોથ અને કોરોનાથી મૃત્યુઆંકની તુલના કરતા મોદી સરકાર પર મોટો હુમલો કર્યો છે. તેમણે કેન્દ્ર પર કટાક્ષ કરતા કહ્યું કે, ઇકોનોમીને સંપૂર્ણ રીતે બરબાદ કરવી અને ઝડપથી વધુ લોકોને સંક્રમિત કરવા શું હોય છે, ભારતમાં જુઓ.

અર્થતંત્રને કઈ રીતે બરબાદ કરવું, ઝડપથી વધુ લોકોને સંક્રમિત કરવા, તે ભારતમાં જુઓઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થામાં ઘટાડો અને દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે ભારત અને તેમના પાડોસી દેશો સહિત ઘણા એશિયન દેશોમાં 2020નો જીડીપી ગ્રોથ રેટ અને પ્રતિ 10 લાખની વસ્તી પર કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યાની તુલના કરતા એક ગ્રાફને શેર કરતા ટ્વીટ કર્યુ કે, જુઓ ઇકોનોમીને કઈ રીતે સંપૂર્ણ બરબાદ કરવામાં આવે છે અને ઝડપથી વધુ લોકોને સંક્રમિત કરવામાં આવ્યા છે. રાહુલે જે દેશોના આંકડા શેર કર્યા છે, તેમાં ભારતના જીડીપીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. તો ભારતમાં પ્રતિ 10 લાખ વસ્તી પર કોરોનાથી મોત પણ સૌથી વધુ થયા છે. 

ભારત સહિત 11 એશિયન દેશોમાં 2020 દરમિયાન જીડીપી ગ્રોથ અને પ્રતિ 10 લાખ વસ્તી પર કોરોનાથી મોતના આંકડાનો તુલનાત્મક ગ્રાફ શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યુ, 'ઇકોનોમીને સંપૂર્ણ રીતે બરબાદ કઈ રીતે કરો અને ઝડપથી વધુ સંખ્યામાં લોકોને સંક્રમિત કઈ રીતે કરો.'

— Rahul Gandhi (@RahulGandhi) October 19, 2020

રાહુલ ગાંધીએ જે ગ્રાફને શેર કર્યો છે તેમાં બાંગ્લાદેશનો જીડીપી ગ્રોથ સૌથી સારો 3.8 ટકા છે. ચીનનો જીડીપી ગ્રોથ 1.9 ટકા, નેપાળનો 0 ટકા, પાકિસ્તાનનો -0.4 ટકા, શ્રીલંકાનો -4.6 ટકા અને અફઘાનિસ્તાનનો -5.0 ટકા છે. વાત જો ભારતની કરીએ તો જીડીપી ગ્રોથ -10.3 ટકા છે. 

CM શિવરાજ સિંહ ચૌહાણે સોનિયા ગાંધીને લખ્યો પત્ર, કમલનાથ વિરુદ્ધ કાર્યવાહીની કરી માગ  

રાહુલ ગાંધીએ જે એશિયન દેશોના આંકડા શેર કર્યા છે, તેમાં ભારતમાં ન માત્ર જીડીપી ગ્રોથમાં ઘટાડો થયો છે પરંતુ કોરોનાથી મોતના મામલામાં પણ તેની સ્થિતિ સૌથી ખરાબ છે. ગ્રાફ પ્રમાણે ભારતમાં પ્રતિ 10 લાખની વસ્તી પર કોરોનાથી મૃત્યુઆંક 83 છે. બાંગ્લાદેશમાં 34, ચીનમાં 3, નેપાળમાં 25, પાકિસ્તાનમાં 30, શ્રીલંકામાં 0.6 અને અફઘાનિસ્તાનમાં પ્રતિ 10 લાખની વસ્તી પર એવરેજ 38 લોકોના મૃત્યુ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news