પટનાઃ બિહારના સરકારના શિક્ષણ મંત્રી મેવાલાલ ચૌધરીએ રાજીનામુ આપી દીધું છે. ગુરૂવારે તેમણે 12 કલાકે પદભાર ગ્રહણ કર્યો હતો. તેમના પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. મેવાલાલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે કાલે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે બધુ બરોબર હોવાની વાત કરી હતી. આજે પદભાર સંભાળ્યા બાદ તેમણે બીજીવાર નીતીશ કુમાર સાથે મુલાકાત કરી અને ત્યારબાદ રાજીનામુ આપ્યું છે. મહત્વનું છે કે મેવાલાલ ચૌધરી બિહાર સરકારમાં ત્રીજા એવા મંત્રી છે જેણે ભ્રષ્ટાચારના આરોપો બાદ તત્લાક રાજીનામુ આપ્યું છે. આ પહેલા જીતન રામ માંઝી અને પરિવહન મંત્રીના રૂપમાં કામકાજ સંભાળતા આરએન સિંહે પદભાર ગ્રહણ કર્યા બાદ રાજીનામુ આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે મેવાલાલ ચૌધરી પર આઈસીસીની કલમ છેતરપિંડી, સરકારી રકમની ઉચાપત, નકલી દસ્તાવેજ બનાવી હેરાફેરી તથા મૂળ દસ્તાવેજમાં છેડછાડ તથા ક્રિમિનલ ષડયંત્ર રચવાના આરોપ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube