પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીમાં બે દિવસ બાકી છે. આવામાં દરેક પાર્ટી મતદારો પર પોતાના રાજકીય પાસા ફેકવાના શરૂ કરી દીધા છે. ચૂંટણીના ગરમાવા વચ્ચે લોક જનશક્તિ પાર્ટી (LJP)ના પ્રમુખ ચિરાગ પાસવાને પણ પોતાનો વધુ એક દાવ રમી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona: દેશમાં હારી રહ્યો છે કોરોના!, રિકવરી રેટ જોઈને ચોંકી જશો


મતદારોને અસમંજસમાં નાખવાની રણનીતિને આગળ વધારતા ચિરાગે મતદારોને અપીલ કરી છે કે જે સીટો પર એલજેપીના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હોય તે તમામ બેઠકો પર બિહાર ફર્સ્ટ બિહાર ફર્સ્ટને લાગુ કરવા માટે એલજેપીના ઉમેદવારને મત આપો અને અન્ય જગ્યાએ ભાજપના ઉમેદવારોને મત આપો. આગામી સરકાર નીતિશમુક્ત સરકાર બનશે. 


જનતા નીતિશકુમારના રાજથી પરેશાન
ચિરાગ પાસવાનને ટ્વીટ કરીને દાવો કર્યો ચૂંટણી બાદ બિહારમાં નીતિશમુક્ત સરકાર બનશે. તેમણે કહ્યું કે જનતા નીતિશકુમારના શાસનથી પરેશાન થઈ ગઈ છે. છેલ્લા 15 વર્ષોમાં બિહારમાં બેરોજગારી, ગરીબી, નિરક્ષરતા સિવાય કશું મળ્યું નથી. ચિરાગ પાસવાન પોતાની ભ્રમમાં રાખવાની રાજનીતિને આગળ વધારતા નીતિશકુમારને આ બે મુદ્દાઓ પર ઘેરી રહ્યા છે. બિહારમાં તેમનો બેઝ વોટબેંક પાસવાની જાતિની વસ્તી માત્ર 5 ટકા છે. આવામાં તેઓ નીતિશ વિરુદ્ધ સતત આક્રમક નિવેદનો આપીને તેમનાથી નારાજ વોટરોને પોતાના ઉમેદવારોને મત આપવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 


મન કી બાત: પીએમ મોદીએ કરી અપીલ, સૈનિકો માટે ઘરમાં એક દીવો પ્રગટાવો


ભાજપ પ્રેમ દેખાડી રહ્યા છે ચિરાગ
રાજકીય વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ LJP સાથે નીતિશકુમારની જૂની અદાવત પણ રહી છે. આરોપ છે કે આ અદાવતના કારણ જ તેમણે પાસવાન જાતિને મહાદલિત શ્રેણીમાં સામેલ થવા દીધી નહી. આ બાજુ 15 વર્ષથી શાસન કરી રહેલા નીતિશકુમાર વિરુદ્ધ આ વખતે એન્ટી ઈન્કબન્સી પણ એક મોટો મુદ્દો છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી શકે છે. આથી ચિરાગ આવનારી સ્થિતિઓનું આકલન કરીને સંતુલિત રીતે ભાજપ પ્રત્યે ભરપૂર પ્રેમ બતાવી રહ્યા છે. તેઓ મતદારોને સતત એવો આભાસ કરાવવાની કોશિશ કરી રહ્યા છે કે બિહાર માટે ભાજપ ઠીક છે પરંતુ નીતિશકુમાર ખરાબ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube