પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar chunav result) જારી મતગણના વચ્ચે અત્યાર સુધી આવેલા ટ્રેન્ડ્સમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે. પરંતુ આશરે 10થી 12 સીટો પર માત્ર 1000 મતોનું અંતર હોવાને કારણે બંન્ને જૂથમાં હલચલ છે. મહાગઠબંધન જીતને લઈને આશાવાદી છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે ફોન પર વાત કરી છે. સાથે ભાજપના બિહાર પ્રભાવી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સંયજ જયસવાલ, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય અને બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી સીએમ આવાસ પહોંચ્યા છે. બધા નેતાઓ વચ્ચે પરિણામના ટ્રેન્ડને લઈને ચર્ચા ચાલી રહી છે. આગળની રણનીતિ બનાવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરજેડી પ્રવક્તા મૃત્યુજંય તિવારીએ કહ્યુ કે, અંતિમ પરિણામની રાહ જુઓ મહાગઠબંધનની સરકાર બનશે. તો આરજેડી સાસંદ મનોજ ઝાએ કહ્યુ કે, અંતિમ પરિણામની રાહ જોવી જોઈએ.


આ સમાચાર લખાયા ત્યાં સુધી ભાજપ 73, આરજેડી 72, જેડીયૂ 45, કોંગ્રેસ 20 અને અન્ય 33 સીટો પર જીતી ગયા છે કે આગળ ચાલી રહ્યાં છે. 243 સીટો વાળી વિધાનસભામાં બહુમત માટે 122 સીટ જોઈએ. ટ્રેન્ડ્સમાં એનડીએ બહુમતનો આંકડો પાર કરી ચુકી છે, પરંતુ મહાગઠબંધન માત્ર થોડી સીટો પાછળ છે. 


બિહાર વિધાનસભા ચૂંટણીઃ જાણો સુશાંત સિંહ રાજપૂતના ભાઈનું શું થયું?  


એલજેપીએ જેડીયૂને પહોંચાડ્યું નુકસાન
ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર વિરુદ્ધ મોર્ચો ખોલીને પરિણામને અનપેક્ષિત રીતે પ્રભાવિત કરી દીધા છે. સ્થિતિ તે થઈ ગઈ છે કે નીતીશ કુમારની જનતા દળ યૂનાઇટેડ  (JDU)ભારતીય જનતા પાર્ટી (BJP), રાષ્ટ્રીય જનતા દળ (RJD) બાદ ત્રીજા નંબરે ખસી ગઈ છે. હવે નીતીશની સામે નૈતિકતાની મોટી સમસ્યા ઉભી થઈ ગઈ છે. પરંતુ ભાજપે ચૂંટણી દરમિયાન ઘણીવાર કહ્યું કે, પરિણામ ગમે તે ગોય, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ના નેતા નીતીશ કુમાર જ હશે. પરંતુ ભાજપના મુકાબલે મોટા અંતરથી ઓછી સીટો આવવાને કારણે સ્થિતિ પેચીદી બની છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube