બિહાર વિધાનસભા ચૂંટણીઃ જાણો સુશાંત સિંહ રાજપૂતના ભાઈનું શું થયું?

બિહાર વિધાનસભા ચૂંટણી  (Bihar Elections 2020)મા શરૂઆતી મુદ્દે બનેલા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ભાઈ આ વખતે ફરીથી છાતાપુર વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેમનું નામ નીરજ સિંહ બબલૂ છે અને તેઓ હાલ ભાજપની ટિકિટ પર ત્રીજીવાર જીત તરફ અગ્રેસર છે. 

બિહાર વિધાનસભા ચૂંટણીઃ જાણો સુશાંત સિંહ રાજપૂતના ભાઈનું શું થયું?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી  (Bihar Elections 2020)મા શરૂઆતી મુદ્દે બનેલા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ભાઈ આ વખતે ફરીથી છાતાપુર વિધાનસભા સીટથી ચૂંટણી મેદાનમાં છે. તેમનું નામ નીરજ સિંહ બબલૂ છે અને તેઓ હાલ ભાજપની ટિકિટ પર ત્રીજીવાર જીત તરફ અગ્રેસર છે. નીરજ સિંહ બબલૂ (Neeraj Singh Bablu) પોતાના વિરોધી ઉમેદવારથી 17 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. 

બે વખતના ધારાસભ્ય છે બબલૂ
નીરજ સિંહ બબલૂ ભાજપના ધારાસભ્ય છે અને બે વખતથી જીત્યા છે. નીરજ સુપૌલની છાતાપુર વિધાનસભા સીટથી પાછલી ચૂંટણીમાં 9292 મતે જીત્યા હતા. પરંતુ આ વખતે આરજેડીના વિપિન કુમાર સિંહથી 17200 મતોથી આગળ છે. 

'સુશાંતની હત્યા થઈ' કહીને મચાવી હતી સનસની
નીરસ સિંહ બબલૂએ સુશાંતના મોતના થોડા સમય બાદ મીડિયામાં નિવેદન આપ્યુ હતુ કે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા થઈ છે. 

ચૂંટણીમાં મળી રહેલી જીત જોઈ બોલ્યા યોગી- એક વાર ફરી સાબિત થયું, મોદી હૈ તો મુમકિન હૈ  

પાછલી ચૂંટણીમાં નીરજનું પ્રદર્શન
વર્ષ 2015મા નીરજે આરજેડીના જહૂર આલમને આશરે 9 હજાર મતોથી પરાજય આપ્યો હતો. તે ચૂંટણીમાં જેડીયૂ અને આરજેડી સાથે લડ્યા હતા. તો 2010ની વિધાનસભા ચૂંટણીમાં નીરજે જેડીયૂની ટિકિટ પર લડતા અકીલ અહમદને હરાવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news