પટણા: બિહાર વિધાનસભા (Bihar Assembly Election result) ની 243 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થયા બાદ આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. છેલ્લે મળતી માહિતી મુજબ NDA 128 બેઠકો પર, મહાગઠબંધન 104 બેઠકો પર અને અધર્સ 11 બેઠકો પર આગળ છે. રાજ્યમાં ભાજપ 73 બેઠકો પર આગળ છે. જે અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બની છે. ટ્રેન્ડમાં એનડીએને બહુમત મળતું જોઈને હવે વિરોધી પક્ષો ઈવીએમનો રાગ આલાપવા લાગ્યા છે. ઈવીએમ સાથે છેડછાડની વાત કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bihar Election Results 2020 LIVE: ટ્રેન્ડમાં NDAને મળ્યું બહુમત, મહાગઠબંધન પછડાયું


કોંગ્રેસના નેતા ઉદિત રાજે ઈવીએમ હેકિંગની વાત ઉઠાવી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'જ્યારે મંગળ ગ્રહ અને ચંદ્ર તરફ જતા ઉપક્રમની દિશા ધરતીથી નિયંત્રિત કરી શકાય છે તો ઈવીએમ કેમ હેક ન થઈ શકે?'


યક્ષ પ્રશ્ન! બિહારમાં BJP સિંગલ લાર્જેસ્ટ પાર્ટી, હવે કોણ બનશે CM?


NDAએ ટ્રેન્ડમાં પાર કર્યો બહુમતનો આંકડો
બિહાર વિધાનસભા માટે ચાલી રહેલી મતગણતરીમાં હાલ જે પ્રકારે ટ્રેન્ડ આવી રહ્યા છે તેમા એનડીએએ બહુમતનો આંકડો પાર કરી લીધો છે. 128 બેઠકો પર એનડીએ આગળ છે. જેમાંથી 73 પર ભાજપ આગળ છે. જ્યારે નીતિશકુમારની પાર્ટી જેડીયુ 48 બેઠકો પર આગળ છે. આ બાજુ મહાગઠબંધનની વાત કરીએ તો તે 104 પર આગળ છે. જેમાં આરજેડી 67 અને કોંગ્રેસ 19 પર આગળ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube