પટના: બિહાર વિધાનસભા ચૂંટણી માટે 55 મતગણતરી કેન્દ્રો પર ગણતરી ચાલુ છે. હાલ RJD એ મતગણતરીમાં બીજી પાર્ટીઓની તુલનામાં બઢત બનાવી છે. જો RJD ના નેતૃત્વમાં મહાગઠબંધન ચૂંટણી જીતે છે તો 31 વર્ષના તેજસ્વી યાદવ ભારતના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તોડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ પેમા ખાંડૂ છે સૌથી યુવાન મુખ્યમંત્રી
તમને જણાવી દઇએ કે હાલ 37 વર્ષીય પેમા ખાંડૂ અત્યારે દેશમાં કોઇપણ રાજ્યના સૌથી નાની ઉંમરના અરૂણાચલના મુખ્યમંત્રી છે. જોકે ત્રણવાર પોડેંચેરીના મુખ્યમંત્રી રહ્યા એમઓએચ ફારૂખે 30 વર્ષની ઉંમરમાં આ પદ સંભાળ્યું હતું, પરંતુ તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આ ઉપરાંત અખિલેશ યાદવ, હેમંત સોરેન અને ઉમર અબ્દુલાના નામ પણ સૌથી નાની ઉંમરમાં કોઇ રાજ્યના મુખ્યમંત્રી બનનારની યાદીમાં સામેલ છે. 

બિહાર: કોંગ્રેસનું નબળું પ્રદર્શન નડી રહ્યું છે મહાગઠબંધનને? RJDને રાખશે સત્તાથી દૂર!


બીજા ઘણા રાજ્યોએ પણ જોયા છે યુવા મુખ્યમંત્રી
અખિલેશ યાદવ 38 વર્ષની ઉંમરમાં 2012માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. તો બીજી તરફ સોરેન પણ 38 વર્ષની ઉંમરમાં આ વર્ષે ઝારખંડના મુખ્યમંત્રી બની ગયા. ઉમર અબ્દુલા જ્યારે જમ્મૂ અને કાશ્મીર મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમની ઉંમર 39 વર્ષની હતી. પ્રકાશ સિંહ બાદલ 43 વર્ષની ઉંમરમાં પંજાબના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો હતો. તે સમયે તે ભારતના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી બન્યા હતા. 


અત્યાર સુધી સૌથી યુવા સીએમ રહ્યા છે એ કે એંટોની
મહારાષ્ટ્રન દિગ્ગજ શરદ પવાર 37 વર્ષની ઉંમરમાં 1978માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હતા. તો બીજી તરફ એંટોની પણ ફક્ત 36 વર્ષની ઉંમરમાં 1976માં કેરલના મુખ્યમંત્રી બન્યા હતા. આ બધા નેતાઓની તુલનામાં તેજસ્વી યાદવ ઘણા યુવાન છે. એવામાં જો તે બિહારના નવા સીએમ બને છે તો દેશમાં યુવા સીએમનો રેકોર્ડ બની શકે છે.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube