Bihar Election Results 2020: કોંગ્રેસનું નબળું પ્રદર્શન નડી રહ્યું છે મહાગઠબંધનને? RJDને રાખશે સત્તાથી દૂર!
Trending Photos
પટણા/નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રાથમિક ટ્રેન્ડ ભલે આરજેડી માટે શુભસંકેત હોઈ શકે છે પરંતુ મહાગઠબંધન માટે જરાય સારા સંકેત નથી. કોંગ્રેસ પાસેથી મહાગઠબંધનના ઘટક પક્ષોને નિરાશા સાંપડી છે. એકવાર ફરીથી કોંગ્રેસ મહાગઠબંધનની જીતમાં 'રોડો' બનતી જોવા મળી રહી છે.
કોંગ્રેસ બની બોજો!
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ 70 બેઠકો પર ચૂંટણી લડી. આટલી વધારે બેઠકો પર ચૂંટણી લડ્યા બાદ ભલે કોગ્રેસ રાજ્ય વિધાનસભા ચૂંટણીના પ્રમુખ રાજકીય પક્ષોમાં સામેલ થઈ પરંતુ ટ્રેન્ડમાં કોંગ્રેસ સાવ પછડાઈ રહી છે. તેજસ્વી યાદવે ભલે લાંબી છલાંગ લગાવી છે પરંતુ કોંગ્રેસ ધાર્યા પ્રમાણે પછડાટ ખાઈ રહી છે. ટ્રેન્ડ જણાવે છે કે આરજેડી ભલે મજબૂત સ્થિતિમાં આવી પણ કોંગ્રેસ તેના માટે બોજો સાબિત થઈ શકે છે.
શું છે કારણ?
કોંગ્રેસની આ સ્થિતિનું કારણ તમામ રાજ્યોમાં કોમન છે. રાજકીય જનાધાર ગુમાવવાની સાથે સાથે કોંગ્રેસનું સંગઠન ખુબ નબળું પડી ગયું છે. ગ્રાઉન્ડ સ્તરે કોંગ્રેસના કાર્યકરો નથી તો મોટા નેતાઓ પણ ગુમનામ છે. આ નબળાઈઓએ કોંગ્રેસને પોતાના હરિફ પક્ષોની સરખામણી કરવા લાયક છોડી નથી.
કોંગ્રેસને 70 બેઠકો કેમ?
આરજેડી, કોંગ્રેસ, અને ડાબેરી પક્ષોના મહાગઠબંધન સીટ શેરિંગ ફોર્મ્યુલા પર શરૂઆતથી જ સવાલ ઉઠતા હતા. આખરે કુલ 243 બેઠકોમાંથી 70 બેઠકો મહાગઠબંધનના સૌથી નબળા ઘટક પક્ષને કેમ આપવામાં આવી? હવે સવાલ તેજસ્વીના અરમાનો પર પાણી ફરી શકે છે. તેજસ્વીને કોંગ્રેસ પાસેથી જે 'ચમત્કાર'ની આશા હતી તે થયું નહી.
દાયરો બન્યો સિમિત
આ હાર કોંગ્રેસના સમેટાઈ રહેલા દાયરા કે કદને વધુ સીમિત કરી દેશે. ચૂંટણી પૂર્વ કોંગ્રેસના નેતાઓ પર ટિકિટ વેચવા જેવા આરોપોએ કોંગ્રેસની છબીને વધુ ખરડી. ઉમેદવારોની પસંદગીમાં પણ અનેક ગડબડીઓના આરોપ પાર્ટી પર લાગ્યા. મજબૂત નેતૃત્વના અભાવની સાથે સાથે આ કારણો પણ જનતાના મનમાં કોંગ્રેસ પ્રત્યે અવિશ્વાસનું મોટું કારણ બન્યા. આ બધા કારણોને પગલે આજે રાષ્ટ્રીય સ્તરની આ પાર્ટી ગઠબંધનની જીતમાં સૌથી મોટો રોડ બનતી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે