નવી દિલ્હી: બિહાર ચૂંટણી (Bihar Assembly Election result) માં મોટાભાગના એક્ઝિટ પોલને પછાડીને સત્તાધારી એનડીએ (NDA)  સ્પષ્ટ બહુમત સાથે સત્તામાં વાપસી કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ જીતમાં પણ એક ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપ (BJP) સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી રહ્યો છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ ભાજપ, જેડીયુવાળા નેતૃત્વમાં એનડીએ 127 બેઠકો પર આગળ છે જ્યારે મહાગઠબંધન 105 બેઠકો પર લીડ ધરાવે છે. જ્યારે અધર્સ 11 બેઠકો પર આગળ છે. સૌથી મોટી વાત એ છે કે ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 53 બેઠકો જીતી હતી. જ્યારે આ વખતે 72 જેટલી બેઠકો પર આગળ છે. જેડીયુ 48 બેઠકો અને સહયોગી વીઆઈપી 8 અને એચએએમ 1 બેઠક પર આગળ છે. એટલે કે ટ્રેન્ડથી સ્પષ્ટ છે કે આ વખતે ભાજપ ચૂંટણીની રેસમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Bihar Election Results 2020 LIVE: ટ્રેન્ડમાં NDAને મળ્યું બહુમત, મહાગઠબંધન પછડાયું


અહીં હવે યક્ષ પ્રશ્ન એ થાય છે કે જો ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવે તો શું હજુ પણ નીતિશકુમાર જ મુખ્યમંત્રી બનશે? આવું એટલા માટે કારણ કે રાજકીય સમીકરણો બદલાતા હવે બિહારમાં ભાજપ 'મોટાભાઈ'ની ભૂમિકામાં આવી ગયો છે. જો કે ચૂંટણી અગાઉ ભાજપે કહ્યું હતું કે ભલે તેમને વધુ બેઠકો મળે પરંતુ મુખ્યમંત્રી તો નીતિશકુમાર જ બનશે. પરંતુ હજુ પણ સવાલ એ છે કે ભાજપને જેડીયુની સરખામણીએ ઘણી વધુ સીટો મળી છે. આથી પાર્ટીની અંદર પણ મુખ્યમંત્રીની ખુરશી ભાજપને મળે તેવી માગણી ઉઠી શકે છે. 


Bihar Election Results 2020: કોંગ્રેસનું નબળું પ્રદર્શન નડી રહ્યું છે મહાગઠબંધનને? RJDને રાખશે સત્તાથી દૂર!


જેડીયુ પણ એ વાત સમજી શકે છે. આથી સત્તાધારી જૂથને સ્પષ્ટ બહુમત મળવાની સંભાવના છતા બંને પક્ષો તરફથી પ્રવક્તાઓને બાદ કરતા પાર્ટી તરફથી કોઈ પણ અધિકૃત નિવેદન આવ્યું નથી. જો ભાજપના ધારાસભ્ય મુખ્યમંત્રી પદની માગણી ઉઠાવે તો પાર્ટી હાઈ કમાન માટે તેમની માગણીને નજરઅંદાજ કરવી સરળ નહીં રહે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube