નવી દિલ્હીઃ બિહારમાં નીતીશ કુમાર ફરી મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા ઈચ્છે છે. ટ્રેન્ડ પ્રમાણે એનડીએને બહુમતી મળી રહી છે. પરંતુ તેમ છતાં પોતાની છેલ્લી ચૂંટણીની જાહેરાત કરી ચુકેલા નીતીશ કુમારનું સપનુ પૂરુ થશે કે નહીં, તે ભાજપ પર નિર્ભર કરશે. કારણ કે એનડીએની અંદર ભાજપની સીટો વધી રહી છે, જ્યારે જેડીયૂ જૂનિયર પાર્ટનરની ભૂમિકામાં આવી શકે છે. ભાજપ સ્થિતિ પ્રમાણે નિવેદન આપી રહ્યું છે. પાર્ટીના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએ એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ- હાલ તો હું તે જ કહીશ કે નીતીશ જી મુખ્યમંત્રી હનશે. સાંજ સુધી પરિણામ આવ્યા બાદ શું રાજકીય સ્થિતિ બને છે, તે જોશું. વિજયવર્ગીયનું નિવેદન એક ઈશારો છે કે ભાજપ બિહારમાં સરકારના નવા વડા નક્કી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીની અસર જોવા મળી રહી છેઃ વિજયવર્ગીય
ભાજપના નેતા વિજયવર્ગીયે કહ્યુ, કામ નીતીશ જીનું ખુબ સારૂ હતું. દુષ્પ્રચારને કારણે જેડીયૂના થોડા વોટ ઘટ્યા છે. મોદીજીનો જાદૂ છે, ભાજપની સ્ટ્રાઇક રેટ સારી છે. તેમણે કહ્યું કે, જે પણ ટ્રેન્ડ આવી રહ્યા છે, તે મોદીની અસર છે. 


બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોરોના કાળમાં બિહાર પરત ફરેલા લોકોમાં બેરોજગારી અને પૂરને કારણે મુખ્યમંત્રી નીતીશ કુમાર પ્રત્યે લોકોની નારાજગી સામે આવી રહી હતી. આ સિવાય નીતીશ પ્રત્યે એન્ટી ઇનકમબેસીનું ફેક્ટર પણ કામ કરી રહ્યું હતું. આ નારાજગીને માપીને ચિરાગ પાસવાને એનડીએથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બિહારમાં એન્ટ્રી થઈ અને રેલીઓમાં દમદાર રીતે ગઠબંધનની વાત રાખીને માહોલને બદલી નાખ્યો. 


Bihar Election Results 2020: ચિરાગ પાસવાનનું NDAથી અલગ થઈને ચૂંટણી લડવું એ ભાજપની રણનીતિ હતી?


મહિલાઓને કરેલી અપીલ રંગ લાવી
પીએમ મોદીએ પોતાના છેલ્લા બિહાર પ્રવાસમાં રેલીઓમાં મહિલાઓને વિશેષ કરીને વોટ આપવાની અપીલ કરી હતી. પીએમ પોતાની સભામાં મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી યોજનાઓનો ઉલ્લેખ કરતા રહ્યાં. પીએમે છઠ પૂજાનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, બિહારના માતા પૂજાની તૈયારી કરી અને તેમનો દિલ્હીમાં બેઠેલો પુત્ર બધી ચિંતાઓ દૂર કરશે. પીએમ મોદીની આ અપીલોને જોઈને એનડીએના નેતા સતત કહી રહ્યા હતા કે તે જીતશે, અત્યાર સુધી આવેલા ટ્રેન્ડ્સ પણ તે સાબિત કરી રહ્યાં છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube