પટના : લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનાં થયેલા પરાજયની નૈતિક જવાબદારી લેતા રાહુલ ગાંધીએ રાજીનામું આપ્યા બાદ હવે બિહાર કોંગ્રેસે રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) નેતા તેજસ્વી યાદવ પાસે પણ રાજીનામાની માંગ કરી છે. તેના માટે કોંગ્રેસે દબાણ બનાવવાનું ચાલુ કર્યું છે.કોંગ્રેસે કહ્યું કે, જો બિહારમાં મહાગઠબંધનની જીત થાય તો તેનો શ્રેય ગઠબંધનનાં તમામ દળોને મળ્યું હોત. લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધનને ખરાબ રીતે પરાજય થયો છે તેની નૈતિક જવાબદારી તેજસ્વી યાદવે લેવી જોઇએ અને રાજીનામું આપવું જોઇએ. 
એન્જિનિયર સાથે દુર્વ્યવહાર મુદ્દે કોંગ્રેસી MLA નિતેશ રાણેની ધરપકડ
એક ખાનગી ચેલન સાથેની વાતચીતમાં કોંગ્રેસ ધારાસભ્ય અજીત શર્માએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણીમાં પાર્ટીના પરાજયની નૈતિક જવાબદારી લેતા પોતાનું રાજીનામું આપ્યું. તેનું અનુકરણ કરતા બિહારમાં તેજસ્વી યાદવને પોતાનું રાજીનામું આપી દેવું જોઇએ. જેના કારણે જનતા વચ્ચે સંદેશ જશે કે મહાગઠબંધને જનતાનાં નિર્ણયનું સન્માન કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમાનદાર કરદાતાઓને સન્માનિત કરી તેમને VIP ટ્રીટમેન્ટ આપવાની ભલામણ
કોંગ્રેસનાં એક અન્ય ધારાસભ્ય રાજેશ કુમારે કહ્યું કે, બિહારમાં મહાગઠભંધનના પરાજયની જવાબદારી માત્ર રાહુલ ગાંધીની નથી. રાજેશ કુમારે કહ્યું કે, બિહારની જનતા મહાગઠબંધનને જનાદેશ નથી આપી અને આ વસ્તુનું સન્માન કરવા માટે સૌથી યોગ્ય માધ્યમ છે કે મહાગઠબંધનનાં નેતાઓ પોતાનાં પદ પરથી રાજીનામું આપે. રાજેશ કુમારે કહ્યું કે, રાહુલ ગાંધીનું અનુકરણ કરતા તેજસ્વી યાદવે પણ પોતાનું રાજીનામું આપવું જોઇએ. 


BJP એ બેટ્સમેન આકાશ વિજયવર્ગીયને ફટકારી નોટિસ, મોટી કાર્યવાહીની વકી
કાશ્મીરને સળગતુ રાખતા અલગતાવાદી નેતાનાઓના પોતાના સંતાનો વિદેશમાં !
જો કે આરજેડીએ તેજસ્વી યાદવનાં રાજીનામા મુદ્દે કહ્યું કે, તેમણે એવુ કરવાની કોઇ જરૂર નથી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ર અગાઉ જણાવી ચુક્યા છે કે લોકસભા ચૂંટણીમાં આરજેડીનાં સૌથી ખરાબ પ્રદર્શન છતા પણ પાર્ટી તેજસ્વી યાદવનાં નેતૃત્વનો સ્વિકાર કરે છે. કોંગ્રેસ દ્વારા તેજસ્વીનાંરાજીનામાની માંગને પણ રામચંદ્ર પૂર્વ ફગાવી ચુક્યા છે.