Video: બિહારમાં એન્જિનિયરના ત્યાં દરોડો, કેશના એટલા ઢગલા મળ્યા...જોઈને બધા સ્તબ્ધ
Vigilance Raid: પટણામાં સરકારી એન્જિનિયર સંજય કુમાર રાયના ઘરે દરોડાની કાર્યવાહીમાં 3.6 કરોડ રૂપિયાથી વધુ કેશ મળી છે. અહીંથી દાગીના અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એન્જિનિયરનું પોસ્ટિંગ કિશનગંજમાં છે. નિગરાણી વિભાગે દરોડા પાડ્યા જેમાં આ કાળી કમાણી અને ગેરકાયદેસર રીતે ઊભી કરેલી સંપત્તિનો ખુલાસો થયો.
Vigilance Raid: પટણામાં સરકારી એન્જિનિયર સંજય કુમાર રાયના ઘરે દરોડાની કાર્યવાહીમાં 3.6 કરોડ રૂપિયાથી વધુ કેશ મળી છે. અહીંથી દાગીના અને દસ્તાવેજો પણ મળી આવ્યા છે. એન્જિનિયરનું પોસ્ટિંગ કિશનગંજમાં છે. નિગરાણી વિભાગે દરોડા પાડ્યા જેમાં આ કાળી કમાણી અને ગેરકાયદેસર રીતે ઊભી કરેલી સંપત્તિનો ખુલાસો થયો. નિગરાણી વિભાગના ડીએસપી અરુણકુમાર પાસવાનના નેતૃત્વમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે. પટણા અને અન્ય ઠેકાણા ઉપર પણ દરોડાની કાર્યવાહી ચાલુ છે.
ગ્રામીણ કાર્ય વિભાગના એન્જિનિયરના ત્યાં રેડ
મળતી માહિતી મુજબ પટણામાં ગ્રામીણ કાર્ય વિભાગના એન્જિનિયર સંજય કુમાર રાયના ત્યાં નિગરાણી વિભાગની ટીમે રેડ મારી. ગ્રામીણ કાર્ય વિભાગના લાંચીયા એન્જિનિયરના ઘરેથી 3 કરોડથી વધુની રોકડ મળી આવી. ભ્રષ્ટ એન્જિનિયરના પટણા અને અન્ય ઠેકાણા પર દરોડાના કાર્યવાહી ચાલુ છે. કેશ ઉપરાંત ઘરેણા અને જમીનના ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube