Bijapur Encounter: નક્સલીઓ સાથે અથડામણ બાદ 21 જવાન ગૂમ, 6 જવાન થયા શહીદ
છત્તીસગઢ (Chhattisgrh) ના બીજાપુરમાં નક્સલીઓ (Naxals) સાથે શનિવારે થયેલી અથડામણ (Encounter) માં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે 30 જેટલા જવાન ઘાયલ થયા છે. હવે એક ચિંતાજનક સમાચાર એ આવ્યા છે કે આ અથડામણમાં લગભગ 15 જેટલા જવાનો ગૂમ છે.
બીજાપુર: છત્તીસગઢ (Chhattisgrh) ના બીજાપુરમાં નક્સલીઓ (Naxals) સાથે શનિવારે થયેલી અથડામણ (Encounter) માં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે 30 જેટલા ઘાયલ થયા છે. હવે એક ચિંતાજનક સમાચાર એ આવ્યા છે કે આ અથડામણમાં લગભગ 21 જેટલા જવાનો ગૂમ છે.
ગૂમ થયેલા જવાનોની શોધ માટે અથડામણવાળી જગ્યાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. રાજ્યના નક્સલ વિરોધી અભિયાનના DIG ઓપીલ પાલે જણાવ્યું કે શુક્રવાર રાતે બીજાપુર અને સુકમા જિલ્લાથી કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના કોબ્રા બટાલિયન, ડીઆરજી અને એસટીએફની જોઈન્ટ ટીમનને નક્સલ વિરોધી અભિયાન માટે રવાના કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે નક્સલ વિરધી અભિયાનમાં બીજાપુર જિલ્લાના તર્રેમ, ઉસૂર અને પામેડથી અને સુકમા જિલ્લાના મિનપા અને નરસાપુરમથી લગભગ બે હજાર જવાનો સામેલ હતા.
#TMCExposed: બંગાળમાં ચૂંટણી ટાણે 'ઓડિયો ટેપ બોમ્બ' ફૂટ્યો, ભત્રીજાના કારણે મમતા બેનર્જી મુશ્કેલીમાં!
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube