નવી દિલ્હીઃ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950મા મહેસાણા જિલ્લાના વડનગરમાં થયો હતો. તો નરેન્દ્ર મોદીનો જન્મ પણ એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમનું જીવન અનેક સંઘર્ષોથી ભરેલું છે. નરેન્દ્ર મોદી નાની વયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. ત્યારબાદ 2001મા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને 2014મા દેશના પ્રધાનમંત્રી... તેમના જન્મદિવસ નિમિતે પીએમ મોદીના રાજકીય કરિયર પર એક નજર કરીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળપણથી પ્રધાનમંત્રી સુધી પહોંચવાની ટુંકી ગાથા


- હાઈસ્કુલ શિક્ષણ દરમ્યાન નાટકોમાં ભાગ લીધેલો


- ગામના તળાવમાં મગરો વચ્ચે તરીને મગરના બચ્ચાને પકડી સ્કુલમાં લઇ ગયેલા.


- પરિવાર ગરીબ અવસ્થામાં હોઈ 14 વર્ષની કિશોર વયે તેમણે વડનગર સ્ટેશન બહાર આવેલા એમના પરિવારના ટી સ્ટોલ પર કામ કરતા


- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા અને ત્યારબાદ RSS માં જોડાયા.


- 1987 - દેશભરમાં હિન્દુત્વનો જુવાળ ઊભો થયો હતો ત્યારે મોદી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.


- 1990 - ભાજપના નેતા એલ.કે. અડવાણીની અયોધ્યાથી ગુજરાતના સોમનાથ મંદિર સુધીની રામ રથયાત્રાના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


- 1994 - ગુજરાત વિધાનસભામાં ભાજપની જીતમાં મોદીની રણનીતિ સફળ રહી.


- 1995 - ભાજપના રાષ્ટ્રીય મંત્રી બનાવાયા અને તેમને પાંચ રાજ્યોનો હવાલો સોંપવામાં આવ્યો.


- 1998 - મહામંત્રી તરીકે નિયુક્ત કરાયા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી મેળવી અને પક્ષમાં મહત્વ વધી ગયું.


- 7મી ઓક્ટોબર,2001: ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં. જીવનમાં પહેલો મોટો બ્રેક.


- ઓક્‍ટોબર 2001: ગોધરાકાંડ બાદ તેઓ ભારે દબાણમાં આવી ગયા. ત્યારબાદ મોદીએ મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામુ આપ્યું અને ફરીથી ચૂંટણી યોજાઈ.


- જાન્યુઆરી, 2001- વિનાશક ભુકંપ સહિતની અન્ય ઘણી કુદરતી આપત્તિઓની વિપરિત અસરોમાંથી પસાર થઇ રહ્યું હતું. પ્રતિકૂળ પરિસ્થિતિઓને તેમણે કેવી રીતે સર્વાંગી વિકાસના અવસરોની તકમાં ફેરવી દીધી તેનો બોલતો પુરાવો ભૂજ શહેર છે.


- 2002 -વિધાનસભાની 182 સીટોમાંથી 127 સીટો મેળવીને ભાજપને જંગી બહુમતિથી વિજય અપાવ્યો.


- 2005 - ‘ધાર્મિક અસહિષ્ણુતા’નું કારણ આપીને અમેરિકાએ તેમને ટ્રાવેલ વિઝા આપવાનો ઈનકાર કર્યો જે આજ દિન સુધી અમલમાં છે.


- 2007 - ગુજરાતમાં ત્રીજી વાર મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા.


- 2011/2012 - મુસલમાનોને પોતાની તરફ ખેચવા માટે સદ્‌ભાવા મિશન જેવા અભિયાનો હાથ ધરીને ઉપવાસ કર્યા હતા જેની દેશભરમાં નોંધ લેવાઈ હતી.


- 26, ડિસેમ્બર 2012 - ગુજરાતની ચૂંટણી ફરી જીતી લીધી. 182માંથી 115 બેઠકો જીતી. સળંગ ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ.


- 17મી સપ્ટેમ્બર, 2012 - એમના જન્મ દિવસે ગુજરાતના લોકોની સેવામાં 4000 દિવસ પૂર્ણ કર્યાં. સળંગ બાર વર્ષો સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહેવાનો તેઓ વિક્રમ ધરાવે છે .


- 2013: 9 જૂન - ગોવામાં ભાજપે મોદીને દેશની 2014ની ચૂંટણીના પ્રચાર માટેની સમિતિના વડા તરીકે નિમ્યા. આવી બઢતી આપવાના વિરોધમાં જનતા દળ (યુનાઈટેડ) પાર્ટીએ ભાજપ સાથેની 17 વર્ષ જૂની દોસ્તી તોડી નાખી.


- 13 સપ્ટેંબર 2013 - ભાજપ અને એનડીએના પ્રધાનંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા.


- 26, મે- 2014 - ભારતના પ્રધાનમંત્રી પદે શપથ


30 મે, 2019: સતત બીજીવાર દેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube