બેંગલુરૂ: કર્નાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીને ‘એક્સીડેન્ટલ ચીફ મિનિસ્ટર’ (સંયોગવશ મુખ્યમંત્રી) જણાવતા વિપક્ષી ભાજપે મોટાભાગમાં રાજ્ય દુકાળની પકડમાં આવ્યું છે તો તેઓ પોતાનું નવું વર્ષ ઉજવવા સિંગાપુર ગયા પર કટાક્ષ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સોનિયા ગાંધી પરના સવાલોનો સામનો કરવા વકીલોને સલાહ આપે છે મિશેલ: ED


ભાજપ કર્નાટક એકમને ટ્વિટ કરી કહ્યું, જ્યારથી નવી સરકાર આવી છે, 377 ખેડૂતો આત્મહત્યા કરી ચૂક્યા છે. 156 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. દેવુ માફી હજૂ સુધી કરવામાં આવ્યું નથી. કર્નાટક દેવામાં ડૂબેલું રાજ્ય થઇ ગયું છે અને તે આપણા ધરતીપૂત્ર એચ ડી કુમારસ્વામી સિંગાપુરમાં નવા વર્ષની ઉજવણી કરશે.


વધુમાં વાંચો: ગહેલોત સરકારના મંત્રીનું મોટુ નિવેદન, કહ્યું- ડિફોલ્ટર્સના ઉપરાંત અન્ય ખેડૂતોનું પણ દેવું થશે માફ


ભાજપના પ્રદેશ એકમે એક અન્ય ટ્વિટ કર્યું, જો એક્સીડેન્ટલ સીએમ નામની ફિલ્મ બનાવવામાં આવે તો એચ ડી કુમારસ્વામીની ભૂમિકા કોન નિભાવશે. જણાવી દઇએ કે હાલમાં જ ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. ત્યારબાદથી આ ફિલ્મ ચર્ચાના કેન્દ્રમાં રહી છે. આ ફિલ્મ 2004-2008 સુધી સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારૂની આ નામની પુસ્તક પર આધારીત છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે પૂર્વ પીએમ મનમોહન સિંહની ભૂમિકા નિભાવી છે.


વધુમાં વાંચો: ESICએ 5 હજાર જગ્યાઓ માટે મગાવી એપ્લિકેશન, 60 હજાર રૂપિયા મળશે પગાર!


મુખ્યમંત્રી કાર્યાલયે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે કુમારસ્વામી ખાનગી પ્રવાસ પર શનિવાર રાત્રે પરિવાર સાથે વિદેશ જશે અને પહેલી જાન્યૂઆરી 2019ની રાત્રે પરત ફરશે. સીએમઓના અધિકારીઓએ કહ્યું કે કુમારસ્વામી ગત કેટલાક વર્ષથી પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા પહેલા પણ જતા હતા.


વધુમાં વાંચો: અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: ઇડીએ કોર્ટમાં કર્યો દાવો, મિશેલે લીધુ ‘શ્રીમતી ગાંધી’નું નામ


મુખ્યમંત્રી વિદેશ યાત્રા પર એવા સમયે જઇ રહ્યાં છે જ્યારે સત્તારૂઢ ગઠબંધનના સાથી કોંગ્રેસની સામે તેમની પોતાની પાર્ટી જેડી(એસ)થી અસંતોષનો સ્વર ઉઠાવી રહ્યાં છે.
(ઇનપુટ ભાષા)


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...