નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર કિસાનોના મુદ્દાને લઈને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, આ શું જાદૂ થઈ રહ્યો છે રાહુલ? પહેલા તમે જે વસ્તુનું સમર્થન કરી રહ્યાં હતા, હવે તેનો વિરોધ કરી રહ્યાં છો. દેશ હિત, કિસાન હિતથી તમારે કંઈ લેવા-દેવા નથી. તમારે માત્ર રાજનીતિ કરવી છે, પરંતુ તમારૂ દુર્ભાગ્ય છે કે હવે આ પાખંડ ચાલશે નહીં. દેશની જનતા અને કિસાન તમારા બેવડા ચરિત્રને જાણી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેપી નડ્ડાએ આ સાથે એક જૂનો વીડિયો પણ શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધી લોકસભાની અંદર ફૂડ પાર્કને લઈને પોતાનું નિવેદન આપી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ગાંધી કહે છે, 'થોડા વર્ષ પહેલા યૂપીમાં મારો પ્રવાસ હતો. એક કિસાને મને સવાલ કર્યો કે અમે બટેટા વેંચીએ છીએ બે રૂપિયે કિલો પરંતુ જ્યારે અમે ચિપ્સ ખરીદીએ તો તે દર રૂપિયાના પેકેટમાં આવે છે. તેમાં એક બટેટુ હોય છે. કિસાને તે પૂછ્યું કે જણાવો શું જાદૂ થઈ રહ્યો છે.'


JDUમાં મોટો ફેરફાર, નીતીશ કુમારના સ્થાને આરસીપી સિંહ બન્યા રાષ્ટ્રીય અધ્યક્ષ


રાહુલ કિસાનોના મુદ્દે કેન્દ્રનો કરી રહ્યા છે વિરોધ
રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા આંદોલન કરી રહેલા કિસાનોનો જુસ્સો વધારતા, દ્વારિકા પ્રસાદ માહેશ્વરીની એક કસિવાનો નવા રૂપમાં સમર્પિત કરી હતી. તેમણે રવિવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યુ, વીર તુમ બઢે ચલો, ધીર તુમ બઢે ચલો, વોટર ગન કી બૌછાર હો યા ગીદડ ભભકી હજાર હો. તુમ નિડર ડરો નહીં, તુમ નિડર ડટો વહીં. વીર તુમ બઢે ચલો, અન્નદાતા તુમ બઢે ચલો. 


શનિવારે કિસાન આંદોલનનું સમર્થન કરતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો કેપ્શનમાં લખ્યુ- મિટ્ટી કા કણ-કણ ગૂંજ રહા હૈ, સરકાર કો સુનના પડેગા. 


આ પણ વાંચોઃ PM મોદીએ મન કી બાતમાં કાશ્મીરી કેસરની ચર્ચા કરી, જાણો તેના ઔષધીય ગુણ


આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે ગુલામ નબી આઝાદ અને અધીર રંજન ચૌધરી જેવા અન્ય પાર્ટી નેતાઓની સાથે કૃષિ કાયદાના મુદ્દા પર રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube