મધ્ય પ્રદેશઃ રાજ્યપાલને મળ્યા શિવરાજ સિંહ, 16 માર્ચ પહેલા ફ્લોર ટેસ્ટની માગ
રાજ્યપાલને મળ્યા બાદ શિવરાજ સિંહે કહ્યું, `22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. 16 માર્ચે બજેટ સત્ર શરૂ થતાં પહેલા સરકારે વિશ્વાસ મત પ્રાપ્ત કરવો જરૂરી છે.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ખેંચતાણ શનિવારે પણ ચાલું રહી હતી. પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સહિત પ્રદેશ ભાજપ નેતૃત્વના એક દળે રાજ્યપાલ લાલજી ટંડન સાથે મુલાકાત કરી અને 16 માર્ચ પહેલા વિધાનસભા સત્ર બોલાવવા અને ફ્લોર ટેસ્ટની માગ કરી છે. ભાજપના નેતાઓએ ફ્લોર ટેસ્ટની વીડિયોગ્રાફી કરાવવાની પણ માગ કરી છે.
ભાજપના નેતાઓના આ દળમાં શિવરાજ સિંહ સિવાય ગોપાલ ભાર્ગવ, નરોત્તમ મિશ્રા અને ભૂપેન્દ્ર સિંહ સામેલ હતા. મહત્વનું છે કે કોંગ્રેસના 22 ધારાસભ્યોના બળવાને કારણે પ્રદેશની કમલનાથ સરકાર ફસાતી જોવા મળી રહી છે. ભાજપ સતત કમલનાથ સરકાર અલ્પમતમાં હોવાનો દાવો કરી ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી રહ્યું છે.
'અલ્પમતમાં છે સરકાર, બજેટ સત્ર પહેલા ફ્લોર ટેસ્ટ જરૂરી'
રાજ્યપાલને મળ્યા બાદ શિવરાજ સિંહે કહ્યું, '22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સરકાર અલ્પમતમાં આવી ગઈ છે. 16 માર્ચે બજેટ સત્ર શરૂ થતાં પહેલા સરકારે વિશ્વાસ મત પ્રાપ્ત કરવો જરૂરી છે. તેને લઈને રાજ્યપાલ સાથે મુલાકાત કરી ફ્લોર ટેસ્ટ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું છે.'
કોરોનાનો સામનો કરવાની તૈયારી, દેશભરમાં 57 સેન્ટર પર આપી શકો છો સેમ્પલ, જુઓ લિસ્ટ
સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, સાત દિવસમાં રાજીનામાં પર નિર્ણય
નિષ્ણાંતો પ્રમાણે કાયદાકીય જોગવાઇ ન હોવાને કારણે કોંગ્રેસ અને સ્પીકર આ ધારાસભ્યોને વિધાનસભામાં રજૂ થવા માટે મજબૂર ન કરી શકે. તેવામાં સ્પીકર ફ્લોર ટેસ્ટને પણ વધુ દિવસ સુધી રોકી ન શકે. આ પહેલા પાછલા વર્ષે કર્ણાટકમાં આવી સ્થિતિ બની હતી તો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે રાજીનામાં આપવાના 7 દિવસની અંદર સ્પીકર તેની કાયદેસરતાની તપાસ કરે, જો તે યોગ્ય હોય તો મંજૂર બાકી નકારી શકે છે.
કોંગ્રેસ ધારાસભ્યોના રાજીનામાં મંજૂર થતાં અલ્પમતમાં આવી જશે સરકાર
જે 22 ધારાસભ્યોએ રાજીનામાં આવ્યા છે તેના પર સ્પીકરે નિર્ણય લેવાનો છે. જો રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવે તો 22 ધારાસભ્યો પોતાનું પદ ગુમાવશે અને કોંગ્રેસ સરકારમાં સામેલ સભ્યોની સંખ્યા 121થી 99 થઈ જશે. તેથી વિધાનસભાની સંખ્યા 206 અને બહુમતનો આંકડો 104 પર આવી જશે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...